અમદાવાદ-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યમાં 2 તબકકામાં ચૂંટણી યોજાશે. તો ચૂંટણીને લઈને રાજ્યમાં જે ચાર મહાનગર પાલિકામાં નાઈટ કર્ફ્યુ છે તેને લઈને નિર્ણય લેવાઈ શકે છે.

1 ફેબ્રુઆરીથી 4 મનપામાં રાત્રી કર્ફ્યુ હટાવાઈ શકે છે. જો રાત્રી કર્ફ્યુ ના હટાવાય તો રાત્રી કર્ફ્યુમાં છુટછાટ અપાઈ શકે છે. છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. નોંધનીય છે કે, એક સમયમાં રાજ્યમાં કોરોના કેસનો આંકડો 1600 સુધી પહોંચી ગયો હતો, ફક્ત અમદાવાદમાં જ 400થી વધુ કેસ આવતા હતા જેને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ચૂંટણીને લઈને માસ્ક ના પહેરવા બદલ વસૂલાતા દંડની રકમમાં પણ ઘટાડો કરવા ભલામણ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માસ્કના દંડની વિપરીત અસર પડી શકે છે. તો કેટલાક IAS-IPS અધિકારીએ પણ માસ્કના દંડની રકમ 100-200 કરવાનો મત વ્યક્ત કર્યો છે.