અમદાવાદ-

અમદાવાદના વસ્ત્રાલ પાસે ગુજરાતની NCB ટીમે એક ટ્રકને રોક્યો હતો. જેની તપાસ કરતા ટ્રકમાં કાશ્મીરથી સફરજનની આડમાં લવાતો લાખો રૂપિયાનો ચરસ ઝડપાયો હતો. NCBની ટીમે 35 થી 40 લાખ રૂપિયાના ચરસના જથ્થા સાથે પાંચ યુવકોને ઝડપી પાડ્યા હતા. આ પાંચ આરોપીઓ પૈકી ત્રણ યુવકો કાશ્મીરના અને બે ગુજરાતના હતા. જેમાં એક યુવાન પોરબંદરનો હોવાનું બહાર આવ્યું છે.NCBની ટીમે ટ્રકમાંથી ચરસના 23 પેકેટ જપ્ત કર્યાં હતા. પકડાયેલા યુવકોમાં જમ્મુ-કાશ્મીરના રહેવાસી 26 વર્ષીય મુઈન અલ અસરફ, 28 વર્ષીય રાજા રમીઝ ખાન અને 23 વર્ષીય મોહમદ ઈરફાન ચોપન તરીકે ઓળખ થઈ હતી. જ્યારે ગુજરાતના યુવકોની વાત કરીએ તો જૂનાગઢનો રહેવાસી 28 વર્ષીય મકબૂલ યુસુફભાઈ મહિડા અને પોરબંદરનો રહેવાસી 27 વર્ષીય અવેશ ખાન હસીમ ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. યુવકો પાસેથી 2.58 લાખ રોકડા મળ્યા હતા. અને 23.700 ગ્રામ કાશ્મીરી ચરસ મળ્યું હતું.ગુજરાતની NCBની ટીમે 23.70 ગ્રામ ચરસ વસ્ત્રાલથી એક ટ્રકમાં ઝડપ્યો, જેમાં સફરજનની આડમાં લાખો રુપિયાનો ચરસ લઈ જવાઈ રહ્યો હતો. આ મામલે કુુલ પાંચ આરોપી પૈકી જમ્મુ- કાશ્મીરના 4 અને ગુજરાતના 2 યુવાનો હતા. તેમાં એક યુવાન જૂનાગઢ અને એક પોરબંદરનો રહેવાસી છે.