ગાંધીનગર-

રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે આવનારી 25મી ઑગસ્ટથી ધોરણ 12 સાયન્સ,આર્ટસ, કોમર્સની પુરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીના કારણે જ્યારે સ્કૂલ-કૉલેજો બંધ છે ત્યારે આ પરીક્ષાનું ટાઇમ ટેબલ નક્કી કરાતા વિદ્યાર્થીઓ પાસે એક મહિના જેટલો સમય છે. 

બોર્ડ દ્વારા આપવામાં આવેલા ટાઇમ ટેબલ મુજબ આ પરીક્ષા આગામી 25મી ઑગસ્ટ મંગળવારથઈ 27મ ઑગસ્ટ ગુરૂવાર સુધી યોજાશે. દરરોજ સવારે 10.30 2.00, 3.00થી 6.00ની વચ્ચે જુદા જુદા વિષયોની પરીક્ષા લેવામાં આવશે. દરમિયાન રાજ્યમાં હજુ પણ શાળા-કૉલેજો ખોલવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.