ગાંધીનગર-

રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ અને કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટને લૉક કર્યા બાદ હવે ગુજરાતના પ્રદેશ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાનું ભરતસિંહ સોલંકીનું ટિ્‌વટર એકાઉન્ટ લોક કરવામાં આવ્યું છે. ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધીનું ટિ્‌વટ રિટિ્‌વટ કર્યુ હતું. જે બાદ તેમનું ટિ્‌વટર એકાઉન્ટ લોક કરવામાં આવ્યું છે. આ મામલે જયરાજસિંહ પરમારે ટિ્‌વટ કરી જાણકારી આપી છે.

આ મામલે જયરાજસિંહે ટિ્‌વટ કરી લખ્યું કે, લો હવે પણ ટ્‌વીટર હેન્ડલ બંધ કર્યુંપ રેલો ગુજરાત સુધી પહોંચ્યો.. મિપ ટ્‌વીટર, ભરતસિંહ સોલંકીના ઘરનું નામ સત્યાગ્રહ છાવણી છે એ અંગ્રેજાેની સામે લડતા લડતા જ પડેલું..તપાસ કરી લેજાે.. અને તમારા આકાઓને પૂછી લેજાે. આતો ઘાસમાં તણખલું છે. આપને જણાવી દઈએ કે, ટિ્‌વટર અને કોંગ્રેસ વચ્ચે વિવાદ વધ્યો છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટિ્‌વટર હેન્ડલને લોક કર્યાના વિરોધમાં આજે યુથ કોંગ્રેસ ના વિવિધ નેતાઓ દ્વારા પોતાના ટ્‌વીટર હેન્ડલ પર પ્રોફાઈલ ફોટો માં રાહુલ ગાંધીના ફોટો મુકવામાં આવ્યા છે. યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ ટિ્‌વટર પર નામ બદલીને રાહુલ ગાંધી કરી દીધું. પ્રોફાઇલ ફોટો માં રાહુલ ગાંધીની તસવીર પણ મૂકી છે.