ગાંધીનગર

ગુજરાતમાં ઈન્ટર્ન ડૉક્ટરોએ ઓછામાં ઓછું ૨૦ ટકા સ્ટાઈપેન્ડ મેળવવા માટે સરકાર સામે હાલમા મોરચો માંડ્યો છે. ત્યારે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતના ઈન્ટર્ન ડૉક્ટરોને ચૂકવવામાં આવતા સ્ટાઈપેન્ડની રકમ ખૂબ જ ઓછી છે. ઈન્ટર્ન ડોક્ટરોને ચૂકવાતાં સ્ટાઈપેન્ડમાં દેશમાં ગુજરાત ૧૫મા ક્રમાંકે છે. રાજ્યના મેડિકલ ઈન્ટર્નને મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તામિલનાડુ જેવા રાજ્યો કરતાં ૫૦ ટકા જેટલું ઓછું સ્ટાઈપેન્ડ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ગુજરાતમાં ખૂબ ઓછા એટલે કે રૂા.૧૨ હજાર ૮૦૦ સ્ટાઈપેન્ડ ઈન્ટર્ન ડક્ટરોને હાલમાં ચૂકવવામાં આવે છે. મેડિકલ કાઉન્સિલે ૨૦ હજાર સ્ટાઈપેન્ડ ચુકવવા પર બે વર્ષથી દરેક સરકારને નોટિસ આપી છે, કોરોના કાળમાં ઈન્ટર્ન ડોક્ટરો જ યોદ્ધા તરીકે ખડેપગે સેવા કરી ત્યારે રાજ્ય સરકારે તાકીદે સ્ટાઈપેન્ડની રકમ પાછલી અસરથી રૂા.૨૦ હજાર લેખે આપવી જાેઈએ. ૬ સરકારી, સોસાયટીની ૮ અને સેલ્ફ ફાઈનાન્સ ૧૫ કોલેજમાં ૫૫૦૦ બેઠકો છે, તબીબી શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે મેડિકલ કોલેજાે સહિતની સંસ્થાઓમાં વહીવટી ખર્ચ, લેબોરેટરી ખર્ચ, ઈલેક્ટ્રિસિટી ખર્ચ થયા નથી.

ઇન્ટર્ન ડોકટરની હડતાળનો મામલો - આઈએમએ તબીબોની વહારે આવ્યું

અમદાવાદ

રાજ્યમાં વિવિધ માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન તબીબોની વહારે હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આવ્યું છે. આઇએમએ દ્વારા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને પત્ર લખવામાં આવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું કે ઇન્ટર્ન ડોક્ટરોની રજૂઆત યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે તેમની માંગણી ન્યાયિક છે. આથી સરકાર તેમની માંગણીઓને સંતોષકારક ઉકેલ લાવે તેવી રજૂઆત આઇએમએ દ્વારા કરવામાં આવી છે.