ગાંઘીનગર-

ગુજરાતમાં આપવામાં આવેલી આગાહીનાં પગલે ભારે વરસાદનાં કારણે પાણી જ પાણીનાં તારાજી ભર્યા દ્વશ્યો હોલ જોવામાં આવી જ રહ્યા છે. આકાશી આફત હવે અતિવૃષ્ટી બનતી નજર આવી રહી છે, ત્યારે હજુ પણ ગુજરાત માટે આગામી બે દિવસ આફત અવિરત વરસતી રહે તેવી વિગતો સામે આવી રહી છે. બે દિવસ ગુજરાતનાં લગભગ સ્થળોએ સુરજદાદાનાં દર્શન નહીં થાય. હવામાન વિભાગ દ્વાર આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી આપવામાં આવી રહી છે. 

હવામાન વિભાગ દ્વાર જણાવવામાં આવી રહ્યું છે કે, હજુ પણ આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ભીંતી સેવવામાં આવી રહી છે. લગભગ રાજ્યભરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પણ આવી શકે છે. 

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરનાં કારણે આ આફતનો ઉદ્દભવ થયો છે અને તે વરસાદ લાવશે. જો કે, હાલની આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ આવી રહી છે. 31 અને 1 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપી દેવામાં આવ્યાની સાથે સાથે તમામ સ્થળો પર બચાવ અને રાહત ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. 2 દિવસ બાદ વરસાદમાં ઘટાડો જોવા મળશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.