અમદાવાદ-

શહેર અને જિલ્લામાં નવા કેસ કરતા સાજા થનારાની સંખ્યા સતત છઠ્ઠા દિવસે પણ વધતા, સાજા થનારની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. કોરોનાથી સાજા થવાનો રીકવરી રેટ પણ 10 દિવસમાં 77.5 ટકાથી વધીને 83.4 ટકા થયો છે. 11 એપ્રિલે રીકવરી રેટ 92.3 ટકા હતો. જો કે 24 એપ્રિલ સુધીમાં 77.5 ટકા થઇ ગયો હતો.

શહેરમાં 1214 અને જિલ્લામાં 360 કેસ નોંધાયા હતા. જ્યારે શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 મળીને કુલ 2583 દર્દીઓને રજા મળતાં કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા 102207 પર પહોંચી છે. મંગળવારે શહેરમાં 08 અને જિલ્લામાં 02 મળી શહેર જિલ્લામાં 10 કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1821 થઈ ગયો છે. મંગળવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 18366 થઈ ગઈ છે. કુલ કેસોમાંથી રાંદેરમાં સૌથી વધુ 315 અને અઠવામાં 301 કેસ નોંધાયા હતા. જ્યારે 81 કેસ સેન્ટ્રલ ઝોનમા નોંધાયા હતા.