ગાંધીનગર-

રાજ્યમાં કોરોના કેસ વધી રહયા છે ત્યારે આજના દિવસના કોરોના કેસની વાત કરવા આવે તો આજે રાજ્યમાં 2875 કેસ નોંધાયા છે તો 2024 દર્દીઓ સાજા થાય છે તો 14 લોકોના દુઃખદ મોત નિપજ્યા છે આજે સૌથી વધારે કેસ અમદાવાદમા છે 664 કેસ અમદાવાદ મા તો 4 લોકોના મોત છે જ્યારે સૌથી વધુ મૃત્યુ આંક સુરતમાં છે 8 લોકોના સુરતમાં મોત છે. તો કેસની સંખ્યા 545 કેસ સુરત મનપાના છે. આજે 2 લાખ 77 હજાર 888 લોકોને રસી આપવા આવી છે તો આજે એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો આજે 15135 એક્ટિવ કેસ છે જ્યારે 163 લોકો વેન્ટિલેટર પર છે 14972 લોકો સ્ટેબલ પરિસ્થિતિમા છે . આજે શહેર પ્રમાણે મૃત્યુ આંક જોવામાં આવે તો સુરતમાં 8, અમદાવાદમા 4 અને અમરેલી અને વડોદરામાં 1 1 કેસ નોંધાયો છે. તો સુરતમાં 545 કેસ , અમદાવાદ મા 664 કેસ , વડોદરામાં 309 કેસ તો રાજકોટમાં 233 કેસ છે

 2 દિવસમાં રેડમેવીર ઇંજેક્શન અને દવાઓ બાબતે ઘણી અફવા ફેલાઈ છે ત્યારે આજે સરકાર ઘ્વારા સ્પષ્ટ કરવામા આવ્યું છે કે રાજયમા કોઈ પણ પ્રકારના દવાની અછત નથી rtpcr ટેસ્ટ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે સૌથી વધારે ટેસ્ટ rtpcr ટેસ્ટ અત્યારે યુવાનો કરાવી રહયા છે. ડોમ બાદ લેબ મા પણ ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. આજે સુવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ વધી રહયા છે ત્યારે આજે માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન ની વાત કરવામાં આવે તો આજે 189 ઝોન અમલી છે અને બીજા 19 ઉમેરવામાં આવ્યા છે ત્યારે 12 વિસ્તારોને માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં થી મુક્ત કરવામાં આવ્યા છે