અમદાવાદ-

ગુજરાત યુનિવર્સીટી ખાતે એબીવીપીનું અનોખું વિરોધ પ્રદર્શન જાેવા મળ્યું જેમાં યુનિવર્સિટી તંત્રની નનામી કાઢવામાં આવી. પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લા 10 દિવસથી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યુ છે. જાે કે પોલીસે નનામી છીનવી લઈને તમામ એબીવીપી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આ વિરોધ પ્રદર્શનમાં આજે ગુજરાત યુનિવર્સિટી ગેટ નજીકથી નનામી કાઢવામાં આવી.

એબીવીપી ના કાર્યકરો નનામી લઈ યુનિવર્સીટીમાં પ્રવેશ્યા હતાં. અગાઉ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાના ચહેરાવાળા પૂતળાના મગજનું ઓપરેશન કરતું નાટક પણ ભજવવામાં આવ્યુ હતું. આ અગાઉ વિરોધના ભાગરૂપે પ્રવેશશુદ્ધિ યજ્ઞ, રજીસ્ટ્રારને બંગડી આપવી, કુલપતિની ચેમ્બર બહાર બગડી લટકાવવી, શાકભાજીની લારી લઈને કેમ્પસમાં આવવું જેવા કાર્યક્રમો પણ કર્યા હતાં.

ગુજરાત યુનિવર્સીટીના વિવિધ કોર્ષની પ્રવેશ પ્રક્રિયામાં જે સભ્યોની નિમણૂંક કરાઈ છે તેમને બદલવાની એબીવીપી સતત માંગણી કરી રહ્યુ છે. ગત વર્ષે યુનિવર્સીટી દ્વારા સરકારી બેઠકો પહેલા ખાનગી કોલેજાેની બેઠકો ભરવામાં આવી હતી જેનો વિરોધ કર્યો હતો. હવે આ વર્ષે પણ એબીવીપી દ્વારા પ્રવેશ કમિટીના સભ્યો બદલવામાં આવે તેવી માગણી થઈ રહી છ