અમદાવાદ-

ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા આજે શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે સ્કૂલોમાં ભ્ર્ષ્ટાચાર થઈ રહ્યો છે તેવી શંકા વ્યક્ત કરી છે. અગાઉ 25 ટકા ફી માફી માટે કહેવામા આવ્યું હતું. પરંતુ વાલી એકતા મંડળે 50 ટકા ફી માફી માટે સરકારને રજૂઆત કરી છે. આ ઉપરાંત તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વાલીઓ પાસેથી ફી પણ એફ આર સી મુજબ લેવામાં આવતી નથી. જેથી જિલ્લા શિક્ષણ અધિકારીઓની પણ આમાં સંડોવણી જોવા મળી રહી છે.

ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા આજે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે 25 ટકા ફી માફીનો નિયમ ચાલુ રાખ્યો છે જે નિયમ મુજબ સ્કૂલો આ ફી લેતી નથી પૂરી ફી અત્યારે ઊઘરાવી રહી છે. બીજી તરફ એફ આર સી દ્વારા પણ ફીના કેટલાક ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે એ મુજબ પણ સ્કૂલો ફી નથી લેતી પરંતુ નિયમો નેવે મૂકીને તગડી ફી ઊઘરાવી રહી છે. આ તમામ બાબતો જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાનમાં હોવા છતાં પણ તેઓ સ્કૂલો વિરુદ્ધ કોઈ પગલાં ભરતા નથી અને સ્કૂલો છાવરી રહ્યા છે. ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલ એ જણાવ્યુ હતું કે આ લોકો શિક્ષણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. સ્કૂલો કોઈ પણ નિયમોમાંથી નથી અને આડેધડ ફી ઉઘરાવે છે જેના પર કોઈ રોક લગાવામાં આવતી નથી. હાલમાં સ્કૂલોને ઓફલાઇન શરૂ કરવામાં આવી નથી મોટા ભાગની સ્કૂલો ઓનલાઈન ચાલે છે. ધોરણ 9 અને 11 સાથે સાથે 10 અને 12ના ક્લાસરૂમ ઓફલાઇન શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ હાલમાં 50 ટકા ફી માફી આપવી જોઈએ અને નિયમોના ઉલ્લંઘન થાય તો એ સ્કૂલો સામે પણ કડક પગલાં લેવા જોઈએ.