મુંબઇ,તા.૩

નિસર્ગ’ ચક્રવાતી વાવાઝોડું મુંબઈ નજીકના અલીબાગના દરિયાકાંઠા પર ત્રાટક્્યું હતું. ત્યાં પવનની ગતિ પ્રતિ કલાક ૧૨૦ કિ.મી.ની રહી હતી. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ૫થી ૬ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હતા. 

સજાગ રહેલા વહીવટીતંત્રોએ કાંઠા પર અને નિચાણવાળા ભાગોમાં રહેતા આશરે ૧ લાખ લોકોનું ગઈ કાલથી સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતર કરી દીધું હતું. વાવાઝોડાને પગલે મહારાષ્ટÙમાં રેલ તેમજ હવાઈ વ્યવહાર ખોરવાયો હતો. મુંબઈના હાર્દ સમા બાન્દ્રા- વરલી સી લિન્ક વેને હાલ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આગામી પાંચથી છ કલાક સુધી લોકોને ઘરની બહાર નહીં નિકળવા તાકીદ કરવામાં આવી હતી.

ચક્રવાત ગુજરાતના કાંઠે પણ અથડાવાના અનુમાનો લગાવાયા હતા. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. ગોવામાં પણ વરસાદના હેવાલ પ્રાપ્ત થયા હતા. ગોવામાં આગામી બે દિવસ લોકોના દરિયાકિનારે ન જવા સલાહ આપવામાં આવી હતી.

હવામાન વિભાગના અગાઉના અંદાજ મુજબ ચક્રવાત ગુજરાતના કાંઠે પણ અથડાવાનો અંદાજ હતો જેને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટÙના કાંઠા વિસ્તારોમાંથી અંદાજે ૫૦,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

મુંબઈના દરિયાકાંઠે ૧૮૯૧ પછીનું આ સૌથી રૌદ્ર ચક્રવાત હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા હતા. વાવાઝોડાને પગલે મુંબઈમાં ભાર પવન ફૂંકાયો હતો અને સંખ્યાબંધ ઝાડ પડી ગયા હોવાની તેમજ કેટલાક થાંભલા પડવાની ઘટના બની હતી.

મુંબઈમાં દરિયાકાંઠાના વિસ્તારો વર્લી, બાન્દ્રા અને માહિમ સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળ ખસેડી લેવામાં આવ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું ઉત્તર મહારાષ્ટÙ, પુણે, અહમદનગરને ઘમરોળી શકે છે જેથી અહીં ભારે વરસાદ પડવાની સંભાવના હતી.રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ કોસ્ટગાર્ડની મદદ લીધી હતી. વાવાઝોડાને પગલે મોડી સાંજે પણ રાયગઢ, રત્નાગીરિ, તેમજ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મુંબઇનું છત્રપતિ શિવાજી એરપોર્ટ સાંજે સાત વાગ્યા સુધી બંધ કરી દેવાયું હતું. ફ્લાઇટો રોકી દેવામાં આવી હતી.

મુંબઈમાં એનડીઆરએફની આઠ ટીમો તૈનાત

મુંબઈ ઃ નિસર્ગ વાવાઝોડાથી થનારા સંભવિત નુકસાનને ઓછું કરવા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરતી તૈયારી કરી લીધી હતી. જુદા જુદા વિસ્તારોમાં એનડીઆરએફની ૮ ટીમો અને નૌકાસેનાની પાંચ ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી હતી. શહેરની Âસ્થતિ પર ધ્યાન રાખવા પ૦૦૦ સીસીટીવી કેમેરા કામે લગાડાયા હતા. વરસાદી પાણી ભરાવાની Âસ્થતિમાં છ પમ્પિંગ સ્ટેશનો પર ૩૦૦થી વધુ પંપો લગાડી દેવાયા હતા. જર્જરિત ઈમારતોના રહીશોને ખસી જવા માટે ચેતવણી અપાઈ હતી. રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવા માટે ૯૦ ટુકડીઓ તૈયાર કરાઈ હતી. મુંબઈની છ ચોપાટીઓ પર ૯૦થી વધુ ગાર્ડ ગોઠવવામાં આવ્યા હતા.

બાંદ્રા-વર્લી સી લિન્ક પર પરિવહન રોકવામાં આવ્યું

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને બાંદ્રા-વર્લી સી લિન્ક પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે. મહારાષ્ટÙમાં એનડીઆરએફની ૨૧ ટીમ તૈનાત કરવામાં આવી છે અને મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરીમાં ભારે વરસાદ હોવાથી લોકોને ઘરમાં રહેવા જણાવાયું છે.