ગાંધીનગર-

ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન, પાકિસ્તાનમાં સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં આગામી 3 દિવસ જોવા મળશે. જાણવા મળી રહ્યું છે કે 32થી 40 પ્રતિ કલાક કિલોમીટરથી પવન ફૂંકાશે. ગુજરાત રીજીયન, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસોથી અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પણ સતત પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. ગાંધીનગર અને અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની મોટું નુકસાન પહોંચી શકે છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 30 થી 40 કિમિ ઝડપે પવન ફૂંકાશે.