રાજપીપળા-

પોરબંદર ખાતે રહેતા દિવ્યાંગ ક્રિકેટર ભીમા ખૂટીનો ઇન્ડિયન વિલ ચૈર પ્રિમિયર લીગમાં સમાવેશ થયો છે. જેમાં દિલ્હી સ્ટ્રીકર્સ દ્વારા અન્ય રાજ્યના ૫ ખિલાડીઓની પસંદગી કરવામાં ૧૦૦ માંથી ૪૧ પોઇન્ટનો ખર્ચ કરી ભીમા ખૂટીની પસંગી કરવામાં આવી છે. પોરબંદરમાં રહેતા દિવ્યાંગ ભીમા ખૂટી લુધિયાના ખાતે યોજાયેલ ઇન્ડિયન વિલ ચૈર પ્રીમિયર લીગની દિલ્હી સ્ટ્રીકર્સ તરફથી વિલ ચૈર ક્રિકેટ રમશે.

જેમાં પંજાબ લાયન્સ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, દિલ્હી, ઉત્તરાખંડ અને મુંબઇ ફિયટર્સ જેવી ૬ ટીમો ૨ ફેબ્રુઆરીથી ૬ ફેબ્રુઆરી સુધી ઇન્ડિયન વિલ ચૈર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ રમાશે. પોરબંદરના ભીમા ખૂટી દ્વારા ભૂતકાળમાં મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ અને દુબઇ ખાતે ૪ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમી હતી. તેમજ અનેક નેશનલ ટુર્નામેન્ટમાં પણ રમી ચુક્યા છે.

જેવી રીતે ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમ અને વુમન્સ ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ આપવામાં આવે છે. તેવી જ રીતે દિવ્યાંગ ક્રિકેટરોને પણ સ્પોન્સરશિપ મળે તો તેઓને આર્થિક રાહત મળશે. પોરબંદરના રત્ન તરીકે ઉભરતા ભીમા ખૂટીની વિલ ચૈર ક્રિકેટર તરીકે ઓળખાતા ખૂબ પ્રખ્યાત બન્યા છે તેમજ મહેર સમાજના વિશ્વ પ્રિય મણીયારની જેમજ ભીમા ખુટીએ મહેર સમાજનું ગૌરવ વધાર્યું છે.