અમદાવાદ-

લાગી રહ્યું છે કે, 2020નું વર્ષ બહુ જ ખરાઈ રીતે વિતી રહ્યું છે. એક બાદ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ગુજરાટી ફિલ્મ જગત માટે પણ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા હતા.નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો મોટો આધાર સ્તંભ હતા. ગુજરાતી સિનેમાને સૌથી મોટી ખોટ પડી છે.

ત્યારે આજે નરેશ કનોડિયાએ પણ 77 વર્ષની ઉંમરે યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ત્રણ દિવસનીઅંદર કુટુંબના 2 મોભી ગુમાવતા કનોડિયા પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડયો છે. કોરોના થયા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા છેલ્લા ત્રણેય દિવસથી વેન્ટિલેટર પર ખસેડાયા હતા. તેમના નિધનના સમાચાર અંગે યુએન મહેતા હૉસ્પીટલે પુષ્ટી કરી છે. નરેશ કનોડિયાએ 125થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. નરેશ કનોડિયાએ વેલીને આવ્યા ફૂલથી તેની કરિયરની શરૂઆત કરી હતી. નરેશ કનોડિયાનું ગુજરાતી ફિલ્મી જગતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ફિલ્મ જોગ સંજોગ માટે તેને શ્રેષ્ઠ સંગીત માટે એવોર્ડ પણ મળ્યો હતો.