વડોદરા-

એક સેમેસ્ટર માટે ટ્યુશન ફીમાં આંશિક ઘટાડો કરનારી એમએસ યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે.સરકારી અનુદાનથી ચાલતી યુનિવર્સિટીએ પસંદગીના મથાળા હેઠળ લેવાતી જુદી જુદી ફી એક સેમેસ્ટર, એટલે કે જૂનથી ડિસેમ્બર સુધી માફ કરવાની દરખાસ્ત મંજૂર રાખી છે.

યુનિવર્સિટીનાં આ નિર્ણયથી 40,000 વિદ્યાર્થીઓને લાભ થશે. નિયમિત અભ્યાસક્રમો માટે ફી ઘટાડો રૂા. 1500થી 4,800 વચ્ચેનો છે. કોમર્સ, મેડિસીન જેવી ફેકલ્ટીઓ બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય અને પાદરાની એનકે અમીન કોલેજમાં ફી ઘટાડો રૂા. 1500 જેવો છે, જ્યારે તબીબી વિદ્યાશાખામાં 4850 જેવો છે.અનુસ્નાતક કક્ષાએ ફી ઘટાડો 1850 થી 7500 જેટલો છે.