ગાંધીનગર-

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ પડોશી દેશ ચીન તેમજ પાકિસ્તાન વચ્ચે વિવાદ પણ ચાલી રહ્યો છે. એની અસર તો હવે ગુજરાતને પણ પડી છે. હાલમાં જ આવા એક સમાચાર સામે આવી રહ્યાં છે.પાકિસ્તાન આમ તો યુદ્ધમાં ક્યારેય પણ ભારતને પહોંચી શકતું નથી પણ એ ઘણીવાર અવારનવાર અવળચંડાઇઓ કરતું રહે છે. 

પાકિસ્તાનની નિષ્ફળતા હોવાં છતાં બોર્ડર છોડીને પાકિસ્તાન છેલ્લા 12 વર્ષથી મધદરિયે માછીમારોને હેરાન કરીને માછીમારો તેમજ બોટનું અપરહણ કરી રહ્યાં છે.ભારતનાં દરિયામાં ભારતીય માછીમારો જેમાં સૌથી મોટી માછીમારી ઈતિહાસમાં ક્યારેય પણ રેકોર્ડ ન તૂટે એવી માછીમારી રાજ્યનાં માછીમારો રહ્યાં છે. પોરબંદરની વાત કરવામાં આવે તો સૌથી મોટો ઉદ્યોગ પોરબંદરની નજીક માછીમારી ઉદ્યોગ રહેલો છે. 

બારમાસી બંદર તેમજ જેટી પણ પોરબંદરની નજીક આવેલા છે. પોરબંદરમાં નાની મોટી બોટ મળીને કુલ 5,000 થી પણ વધારે બોટમાં કુલ 30,000 માછીમારો કુલ 5,000 બોટનાં માલિક તેમજ એમનાં પરિવાર અને માછીમારીનાં ધંધાની સાથે સંકડાયેલ લાખો પરિવાર પોતાનું જીવન ચલાવી રહ્યાં છે. આની ઉપરાંત પોરબંદરથી માછલી સૌથી વધારે વિશ્વના ખૂણે ખૂણામાં નિકાસ કરવામાં આવે છે.

હાલમાં પાકસ્તાનની નાપાક હરકતને કારણે રાજ્યનાં અબજો રુપિયાનું હુડિયામણ પાકિસ્તાને બ્લોક કર્યું છે. છેલ્લા કુલ 3 દિવસથી પાકિસ્તાને પોતાની નાપાક હરકત બતાવવાની શરૂ કરી દીધી છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 22 બોટ તથા કુલ 132 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યુ છે. વર્ષ 2018-2019માં વાવાઝોડાને લીધે પાયમાલ થયા. વર્ષ 2020માં કોરોનામાં તેમજ પાકિસ્તાનનાં પાપે સરકાર માછીમારોને સહાય આપે અને પાકિસ્તાનની સાથે વ્યાવસાયિક સંબંધો સુધારે એવી માછીમારો માંગણી કરી રહ્યાં છે. 

માછીમારોને સીઝનની શરુઆતમાં જ વાતાવરણ ખરાબ હોવાને લીધે ટ્રીપ ટૂંકાવીને બોટો લઈને પાછા ફરવું પડયું હતું. દરિયાઈ પ્રદુષણને લીધે નજીકમાં માછલીઓ મળતી નથી. જેને કારણે માછીમારોને દુર સુધી ફિશિંગમાં કરવાં માટે જવું પડે છે. હવે માછીમારી ઉદ્યોગની જાણે કમર ભાંગી ગઈ હોય એવી પરીસ્થિતિ ઉભી થઈ છે.