અમદાવાદ-

ગુજરાતની ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ઇન્ડસ્ટ્રીમાં આવનારા 6-8 મહિના બાદ લગભગ 30,000 થી 35,000 નવી નોકરી ની તકો ઉભી થશે. કોરોના કાળમાં 2021નું વર્ષ ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે નોકરીઓનો ખજાનો લઈને આવશે. દેશમાં સૌથી ઓછા બેરોજગારી દરમાં ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું છે. અને હવે નોકરીની તકો વધતા કર્મચારીઓનું ઉજળું ભાવિ દેખાઈ રહ્યું છે.

વેસ્ટર્ન દેશોમાંથી જાન્યુઆરીથી કામ આવવાની આશા બંધાતા હવે આવનારા દિવસોમાં IT સેક્ટરમાં કંપનીઓએ જે રિક્રૂટમેન્ટ હોલ્ટ પર રાખ્યું હતું એ હવે ધીમે ધીમે શરૂ કરી રહ્યા છે. આવતા વર્ષે માર્ચ-એપ્રિલ સુધીમાં જોબનો રેટ 10-15% વધી શકે તેમ હોવાનું સૂત્રો જણાવી રહયા છે. અમેરિકામાં હાલમાં જ ચૂંટણી પૂરી થઈ છે અને ત્યાંથી કેટલો અને કેવો બિઝનેસ આવશે એ જાન્યુઆરી સુધીમાં સ્પષ્ટ થઈ જશે. મોટા ભાગની કંપનીઓ આવતા કેલેન્ડર વર્ષમાં હિયરિંગ કરશે અને પરિસ્થિતિ સામાન્ય બનશે એ મુજબ કંપનીઓ નવી ભરતી શરૂ કરશે. ભારતમાં ધીમે ધીમે કામ વધ્યું છે અને હવે વેસ્ટર્ન દેશોમાંથી પણ જાન્યુઆરીથી કામ આવવાનું શરુ થશે. આવતા વર્ષે માર્ચ-એપ્રિલ સુધીમાં જોબનો રેટ 10-15% વધી શકે છે. 

અત્યારસુધી કંપનીઓએ પોતાના એમ્પ્લોય પાસેથી વર્ક ફ્રોમ હોમ કરાવી પોતાના વ્યવસાયને ટકાવી રાખ્યો છે, પરંતુ જે રીતે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે એને જોતાં IT કંપનીઓનું ફોકસ હવે ગ્રોથ કેમ કરવો એના પર છે. પશ્ચિમી દેશોમાં ડિસેમ્બરમાં ફાઇનાન્સિયલ વર્ષ પૂરું થશે અને જાન્યુઆરીથી નવાં કામના બજેટિંગ પણ થશે. આમાંથી ઘણું કામ ભારતમાં આવવાની શક્યતા છે, તેને ધ્યાનમાં લઈને ખાસ કરીને આવતા કેલેન્ડર વર્ષની શરૂઆતથી IT સેક્ટરમાં નવી ભરતી શરૂ થશે.