ભુજ-

શિયાળાએ પોતાનું જોર મકકમ ગતિએ આગળ વધાર્યું છે.જિલ્લાભરમાં શીતલહરનો અનુભવ થઈ રહયો છે. આગામી દિવસોમાં વધુ ઠંડીની આગાહી કરવામાં આવી છે. તે વચ્ચે જનજીવન અસહય ઠંડી વચ્ચે ધબકી રહયું છે.ખાસ કરીને કચ્છના કાશ્મીર એવા નલિયા અને અબડાસા તાલુકામાં ઠંડીએ લાંબા સમયથી ધામા નાખતાં જનજીવનને માઠી અસર પહોંચી છે. ઠંડીની માત્રામાં દરરોજ બે-ત્રણ ડિગ્રી વધ-ઘટ થાય છે,પરંતુ ડંખીલો ઠાર યથાવત્ રહ્યો છે.હવામાન વિભાગે જારી કરેલા 5 દિવસમાં હજી એક દિવસ નલિયામાં કોલ્ડવેવ રહ્યા બાદ બે ત્રણ દિવસની રાહત પશ્ચાત ફરી રવિવાર સુધીમાં કચ્છ ઉપરાંત સુરેન્દ્રનગર,બનાસકાંઠામાં શીતલહેરની ચેતવણી આપવામાં આવી છે. લઘુતમ પારામાં ઉતાર-ચડાવનો દોર જારી રહેવાનીય આગાહી કરાઇ છે.શહેરમાં ફરી એક વખત કડકડતી ઠંડીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. શીતલહેરને પગલે જનજીવન ઠંડીથી થરથરી રહ્યું છે.કચ્છના કાશ્મીર એવા નલિયા અને અબડાસા તાલુકામાં ઠંડીએ લાંબા સમયથી ધામા નાખતાં જનજીવનને માઠી અસર પહોંચી છે.