અમદાવાદ-

ગુજરાતના નવા પોલીસ વડા તરીકે હાલના અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું નામ મોખરે છે. તેમના નામની પસંદગી ૩૧મી જુલાઇએ થવાની છે. હાલના રાય પોલીસ વડા તરીકે ફરજ બજાવતા શિવાનદં ઝા નું એકસટેન્શન ૩૧મી જુલાઇએ પૂર્ણ થાય છે તેથી નવા પોલીસ વડા ૩૧મી સાંજ સુધીમાં જાહેર થાય તેવી સંભાવના છે.

પોલીસ વડાની નિયુકિત માટે ગુજરાત સરકારે ત્રણ નામની પેનલ દિલ્હી મોકલી હતી. આ સાથે રાયના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ સંગીતાસિંઘ નવી દિલ્હી ગયા છે. ૩૧મીની બેઠકમાં તેઓ ઉપસ્થિત રહેશે.

સચિવાલયમાં ચર્ચાતી અટકળો પ્રમાણે રાયના નવા પોલીસ વડા આશિષ ભાટિયાનું નામ મોખરે છે. આ સાથે અમદાવાદ, વડોદરા અને રાજકોટના પોલીસ કમિશનરોની પણ બદલી થાય તેવી સંભાવના છે. રાજ્ય સરકારે પોલીસ વડા માટે કેન્દ્રીય જાહેર સેવા આયોગને નામોની યાદી મોકલી છે જેમાં ત્રણ નામ શોર્ટલિસ્ટ થથે, જે પૈકી એકની પસંદગી કરવામાં આવશે. 

અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયા ૧૯૮૫ બેચના આઇપીએસ ઓફિસર છે. હાલના પોલીસ વડા શિવાનદં ઝા ગયા એપ્રિલ મહિનામાં નિવૃત્ત થવાના હતા પરંતુ કોરોના સંક્રમણના કારણે તેમને ત્રણ મહિનાનું એકસટેન્શન આપવામાં આવેલું છે. હવે તેમને નવું એકસટેન્શન આપવામાં આવ્યું નથી તેથી ગુજરાતને ૧લી ઓગષ્ટ્રે નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયા મળે તેવી સંભાવના છે. 

ગુજરાતના પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યાં છે. રાયના પોલીસ વિભાગમાં તેમજ જિલ્લાના પોલીસ તંત્રમાં બદલીઓ થવાની છે. નવા પોલીસ વડા સાથે રાયના શહેરોના મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ બદલાય છે કે કેમ તે નિશ્ચિત નથી પરંતુ ઓગષ્ટ્રમાં પોલીસ વિભાગની બદલીઓની ફાઇલ કિલયર થાય તેવું લાગી રહ્યું છે. જિલ્લા પોલીસના વહીવટી તત્રં સાથે રાયના પોલીસ ભવનમાં પણ કેટલાક મોટો ફેરફારો આવી રહ્યાં છે