ભુજ-

કોરોનાની મહામારી અને ડીઝલ સતત વધી રહેલા ભાવના કારણે ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉધોગ મંદીના માહોલ માંથી પસાર થઈ રહયો છે. એક સમયે ધમધમતો અને લાખો લોકોને રોજગારી પુરી પાડતો ટ્રાન્સપોર્ટ ઉધોગ પડી ભાગ્યો છે...મંદીના કારણે હજારો ટ્રકોના પૈડા થંભી ગયા છે. બે મહાબંદર ધરાવતા કચ્છના ટ્રાન્સપોર્ટ ઉધોગમા પણ હાલત ગંભીર બની છે. 

કોરોના માઠી અસર ગુજરાતના મહાકાય ટ્રક અને ટ્રાન્સપોર્ટ ઉધોગ પર જોવા મળી છે.અગાઉ કોરોના મહામારી કારણે ટ્રાન્સપોર્ટ ઉધોગ મંદીના માહોલ માંથી પસાર થઈ રહયો છે. તેવા સમયે સતત ડીઝલના ભાવ વધારો થતાં ટ્રાન્સપોર્ટ ઉધોગને મરણતોલ ફટકો પડયો છે..ગુજરાતમાં  નવ લાખ જેટલી ટ્રકો આવેલી છે.કચ્છ જિલ્લામાં 40,000 જેટલી ટ્રકો નોંધાયેલી છે.કચ્છનો ટ્રાન્સપોર્ટ ઉધોગ લિગ્નાઈટ, કંપનીના માલ સામાનના પરિવહન પર નિર્ભર છે.. હાલમાં કોરોના મહામારી કારણે કચ્છના મોટા ભાગના ઉધોગ બંધ થયા છે..જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉધોગ મંદીનો સામનો કરી રહ્યું છે.. તેવામાં હાલમાં ડીઝલ ભાવ આસમાને પહોંચી ગયા છે.. ડીઝલ સતત વધતા ભાવ કારણે ટ્રક માલિકોને ટ્રક ચલાવવી પરવડે તેમ નથી.. જેના કારણે ટ્રક માલિકો પોતાની ટ્રક પાર્કિંગ મૂકી દેતા હજારો ટ્રકોના પૈડા થંભી ગયા છે..તેમ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન ના ઉપપ્રમુખ રાજેશ આહીર જણાવી રહયા છે 

 ટ્રકમાલિક ગોપાલ ડાંગરના કહેવા મુજબ એક સમયે ધમધમતો ટ્રક અને ટ્રાન્સપોર્ટ ઉધોગ હાલ મરણ પથારીએ છે.ડીઝલ ભાવ વધારાના કારણે આ ઉધોગ મોટો ફટકો પડયો છે.. હાલમાં ડીઝલ ભાવ 91 રૂપિયા પાર પહોંચી ગયો છે...ટ્રક માલિકોએ ડીઝલ ભાવમાં રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.સરકાર દ્વારા ડીઝલ જીએસટીમાં સમાવેશ કરવામાં આવે ,ટોલનાકા પર વસુલવામાં આવતો ટેક્સ ઓછો કરવામાં આવે તેવી માંગ છે...સરકાર દ્વારા ટ્રક અને ટ્રાન્સપોર્ટ ઉધોગન્ પ્રોત્સાહન આપવામાં આવે તો આ ઉધોગ ફરીવાર ધમધમતો કરી શકાય તેમ છે..