અમદાવાદ-

કોરોના મહામારી વચ્ચે આજે રાજ્યભરમાં GUJCETની પરીક્ષા યોજાઇ રહી છે. ધોરણ 12 સાયન્સ પછી ફાર્મસી અને એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. MCQ ફોર્મેટમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિત વિષયની પરીક્ષા લેવાશે. દર એક વિષયની પરીક્ષા 40 માર્કની રહેશે.

આજે રાજ્યભરમાં GUJCETની પરીક્ષા યોજાઇ રહી છે. સવારે 9 વાગ્યેથી વિદ્યાર્થીઓને પરિક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે. સવારે 10થી 12 વાગ્યા સુધી રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રની પરીક્ષા લેવાશે. બપોરે 1થી 2 દરમિયાન જીવવિજ્ઞાનની પરીક્ષા લેવાશે. ત્યારે બપોરે 3થી 4 વાગ્યા સુધી ગણિતની પરીક્ષા લેવામાં આવશે. શહેરના પ્રતાપપુરા સ્થિત પરીક્ષા કેન્દ્ર પર પણ પેપરો મો઼ડા પહોચ્યા હતા.જોકે આ ઉપરાંત મોટા ભાગના પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કોરોના મહામારી વચ્ચે સમય પહેસા પરીક્ષા પહેલા વર્ગ ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યા હતા. પરંતુ તંત્રની બેદરકારીને પગલે 10 વાગ્યા સુધી પ્રશ્ર્નપત્ર પણ પરીક્ષા કેન્દ્ર સુધી પહેચ્યા ના હતા. આખરે 10 વાગ્યા બાદ પ્રશ્ર્નપત્ર કેન્દ્રો પર પહોચ્યા બાદ પરીક્ષા શરૂ થઈ હતી. જોકે આ કોરોના મહામારી સમયે પણ તંત્રની બેદરકારી સામે આવી હતી. પેપરો અડઢી કલાક મોડું શરી થતા અડઢી કલાકનો સમય વધારવામાં આવ્યો છે. જ

રાજ્યના જિલ્લા મથકે 34 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા યોજાઇ રહી છે. રાજ્યમાં ગુજકેટની પરીક્ષા માટે 1,27,230 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગુજકેટની પરીક્ષા 621 બિલ્ડિંગમાં અને 6,431 પરીક્ષાખંડમાં લેવામાં આવશે. કોરોના મહામારીને કારણે પરીક્ષા સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા જોવા મળ્યા હતા. કોરાનો મહામારી વચ્ચે તંત્રની બેદકારીને કારણે વિદ્યાર્થીઓને સમય અને સહેતની કિંમત ચુકવવી પડી રહી છે.