રાજકોટ-

સુરેન્દ્રનગર-માલવણ હાઇવે શરૂ થયા બાદ ઉંઝા યાર્ડમાં લઇ જવાતા ટ્રકમાં જીરૂ લઇ જવાતું ત્યારે સૌ પ્રથમ વખત ચાલુ ટ્રકે ગેંડીયા ગામના કેટલાક જતમલેક શખ્સોએ ચોરી કરી ત્યારથી માલવણ આજુ બાજુના હાઇ-વે પરથી પસાર થતા ટ્રકમાંથી ચોરી થતી અટકાવવી પોલીસ માટે પડકારરૂપ બની છે. છેલ્લા ૫૦ વર્ષથી ચાલુ ટ્રકે ચોરી કરતી ગેડીયા ગેંગ સામે સૌ પ્રથમ વખત રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહ દ્વારા કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે.

માલવણ પાસેથી પસાર થતા ટ્રકની પાછળ લોહચુંબક સાથે મોટા બોનેટવાળી જીપ જોઇન્ટ કરી જીપમાંથી કુદીને આગળ જતા ટ્રકમાં સરળતાથી પહોચી જતા ગેડીયાગેંગના સાગરિતો કિંમતી માલસામાન ચોરી કરવામાં એકસપ્ટ માનવામાં આવે છે એટલું જ નહી ચોરી કરતા અટકાવે ત્યારે તેના પર હુમલો કરવા માટે ગેડીયા ગેંગ સક્ષમ હોવાથી એમ કહેવામાં આવે છે કે, 'ગેડીયો ખાવો સારો પણ ગેડીયા પહોચેલો ચોરીનો મુદામાલ પરત લેવા જવું નહી' 

ગેડીયાની જેમ સુરેન્દ્રનગરના ઝીંજુવાડા પણ એટલું જ કુખ્યાત બન્યું છે. આ વિસ્તારમાંથી સલાયા-મથુરા ઓઇલની પાઇપ લાઇન પસાર થતી હોવાથી ત્યાંના દરબારો પાઇપ લાઇનમાં પંચર કરી પેટ્રોલ-ડિઝલની ચોરી કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવામાં પોલીસનો પનો ટુકો પડતો હોવાતી ઝીંજુવાડામાં હજી સુધી મોબાઇલ કંપનીઓ ટાવર ઉભા કરી શકી નથી સુરેન્દ્રનગરના ગેડીયા અને ઝીંજુવાડા ગામની હદ શરૂ થયા એટલે કાયદાની હદ પુરી અને માથાભારે-કુખ્યાત ગેંગની હદ શરૂ ગણાવામાં આવે છે. 

ગુનેગારો સામે પોલીસ દ્વારા કાયદાકીય અસરકારક કામગીરી થઇ શકે તે માટે સરકાર દ્વારા તૈયાર કરાયેલા ગુજસીટોક કાયદાનો પોલીસ દ્વારા અમલ કરવાનું શરૂ કરાતા રીઢા અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરી ગેંગમાં ફફડાટ મચી ગયો છે. રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ૧૨૦ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલી 'ગેડીયા ગેંગ' સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી છ શખ્સોને રૂા.૧ કરોડના મુદામાલ સાથે ધરપકડ કરી બે સુત્રધાર હાલ અમદાવાદ સાબરમતી જેલમાં હોવાથી તેનો કબ્જો મેળવવા તજવીજ હાથધરી છે. આ ગેંગના અન્ય બાર સાગરીતોની પોલીસે શોધખોળ હાથધરી છે.