દિલ્હી-

ચીનની મોબાઈલ એપ યુસી વેબ અને યુસી ન્યૂઝના સ્થાપક કંપની અલીબાબા અને તેના માલીક જેકમાને ગુરુગ્રામ કોર્ટે સમન્સ આપીને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. ચીનની કંપનીએ ભારતીય કર્મચારીને ખોટા આરોપસર નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ, તે કર્મચારીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટ કેસ કરનાર કર્મચારીનું કહેવુ છે કે, ચીનની કંપનીએ, મોબાઈલ એપ ઉપર એક ખોટા અને ઉપજાવી નાખેલા સમાચાર પ્રસારીત કરાઈ રહ્યાં હતા. આ ખોટા અને ઉપજાવી કાઢેલા સમાચાર અંગે ધ્યાન દોરતા, નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.

લદ્દાખ સરહદે ભારત અની ચીન વચ્ચે સીમા વિવાદ સર્જાયા બાદ, ભારત સરકારે તાજેતરમાં ચીનની 59 મોબાઈલ એપ ઉપર પ્રતિબંધ લાદયો છે. જેમાં અલીબાબાની યુસી ન્યૂઝ અને યુસી બ્રાઉઝર પણ સામેલ છે. ભારતે આંતરીક સુરક્ષાનો મુદ્દો આગળ ધરીને 59 એપને બંધ કરી દિધી છે. જેની સામે ચીને વિરોધ કર્યો હતો. જો કે ભારતે પ્રતિબંધિત કરી તે તમામ 59 મોબાઈલ એપ કંપની પાસે લેખિતમાં જવાબ માગ્યો છે કે, કોઈ પણ સમાચારને સેન્સર કર્યા હતા કે વિદેશી સરકાર માટે કામગીરી કરી હતી કે કેમ ?

20 જુલાઈના રોજ કોર્ટ કાર્યવાહી મુજબ, અલીબાબા અને યુસી વેબના પૂર્વ કર્મચારી પૂષ્પેન્દ્રસિંહ પરમારે આરોપ લગાવ્યો છે કે, કંપની ચીનની વિરુધ્ધની તમામ વિગતોને સેન્સર કરતી હતી. અને યુસી બ્રાઉઝર અને યુસી ન્યૂઝ સામાજીક અને રાજકીય અસ્થિરતા સર્જે તેવા બનાવટી સમાચાર ચલાવતા હતા.