અરવલ્લી, તા.૧૦ 

સાબરકાંઠા જિલ્લા પંચાયત ની સામાન્ય સભા તા.૯-૭-૨૦૨૦ને ગુરૂવારના રોજ જિલ્લા પંચાયત ના સભા ખંડમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત ના સભા ખંડમાં મળી હતી.આ સામાન્ય સભા માં જિલ્લાના ગામડાઓમાં વિવિધ સર્વાંગી વિકાસ ની સુવિધાઓ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા અને લોકહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા. પ્રમુખ સ્થાનેથી પ્રાથમિક શિક્ષકો ને રૂ ૪૨૦૦નો ગ્રેડ પે મળતો હતો તેને ૨૮૦૦ પે ગ્રેડ કરવામાં આવતા શિક્ષકો ને અગાઉ ૪૮૦૦ નો પે ગ્રેડ મળતો તેનો લાભ આપવા પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. તો આ સભામાં પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હડીયોલ બેઠકના જિલ્લા સદસ્ય હર્ષદકમાર પટેલ આકરા તેવરો દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નો પૈકી ખાસ કરીને ગઢોડા થી આકોદરા નો રોડ પાકો બનાવવા સંદર્ભે જણાવતા આ રોડ રૂપિયા ૧૫૦ના ખર્ચે તૈયાર થનાર હોવાનું જણાવ્યું હતું તેમજ હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેઝ ના પંચાયત ના સ્થાનિક ટેક્ષ વેરા સંદર્ભે જણાવતા કેટલાક વર્ષોથી કરોડોનો વેરો બાકી છે તે સંદર્ભે કાર્યવાહી કરવા અને જિલ્લાના ગામડાઓમાં કોરોનાના કેટલા કેશો આવ્યા અને જનતા ને કોરોના થી બચાવવા શું કાર્યવાહી કરવામાં આવી અને હાલની શું પરિસ્થિતિ છે તેની જાણકારી મેળવવા સદસ્ય હર્ષદકુમાર પટેલ દ્વારા રજુઆતો કરાઇ હતી.