નડિયાદ, તા.૧૩ 

કોરોનાની મહામારી વચ્ચે નવાં નવાં કેસ બહાર આવતાં હોવાથી ખેડા જિલ્લા કલેક્ટર નડિયાદ સહિત મહુધા અને કપડવંજ શહેર તથા અનારા ગામનો અમૂક વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર છે.

ખેડા જિલ્લાના નડિયાદ શહેરના રૂચી બંગ્લોઝ, કિશન સમોસા ખાંચો વિસ્તાર, સરસ્વતી સોસાયટી, કપડવંજ રોડ વિસ્તાર, શાસ્ત્રીપૂરાં, લઘુભાઇનું છીંડંુ, છાંટીયાવાડ લીમડી વિસ્તાર, મારવાડી વાસ, સોહમગ્રામ સોસાયટી, જૂનાં ડુમરાલ રોડ વિસ્તાર, સ્ટેટ બેંક સોસાયટી, વાણીયાવાડ વિસ્તાર, આદર્શ સોસાયટી, પવનચક્કી રોડ વિસ્તાર, જવાહર નગર, જુલેલાલ મંદિર નજીકનો વિસ્તાર, જયમહારાજ ટાઉનશીપ, પીજ રોડ વિસ્તાર, ખારા કૂવા, કુબેર ભંડારી ખાંચો વિસ્તાર, ખોડિયાર સોસાયટી, વૈશાલી સિનેમા નજીકનો વિસ્તાર, મલારપુરા, ફાતીમા કોલોની નજીકનો વિસ્તાર, મુલ્લાનો ટેકરો, પાડા પોળ નાકે, વ્હોરવાડ વિસ્તાર, નાગરકુઇ, જગજીવન નારાયણ દાસ પોળ વિસ્તાર, નારાયણ ધામ સોસાયટી વિસ્તાર, નીલકમલ સોસાયટી પીજ રોડ વિસ્તાર, રાણાવાસ, સલુણ બજાર વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાં તબદીલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેડા જિલ્લાના મહુધા શહેરના સીમ વિસ્તાર, ભારત પેટ્રોલ પંપ, કઠલાલ રોડ વિસ્તાર, કપડવંજ શહેરના કાછીયાવાઠ, રણછોડરાય મંદિર વિસ્તાર તથા કઠલાલ તાલુકાના અનારા ગામના મોટી ખડકી, ઉમીયા માતા મંદિર વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યક ચીજ વસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલીવરીથી તેમનાં ઘરે પૂરી પાડવામાં આવશે.

આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતાં મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજાે) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસતિની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવેલ છે.

આ હુકમના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ - ૫૧થી ૫૮ તથા ભારતીય ફોજદારી કાર્યરીતે અધિનિયમ - ૧૯૭૩ (સને ૧૮૬૦ નો અધિનિયમ-૪૫)ની કલમ - ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારી / કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સાથે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

નડિયાદના આ વિસ્તારો પણ કન્ટેઇન્મેન્ટ ઝોન બની ગયાં!

નડિયાદ શહેરના અશોકપાર્ક સેાસાયટી ઇન્દિરા ગાંધી માર્ગ વિસ્તાર, ભાતૃભાવ સોસાયટી, પવનચક્કી રોડ વિસ્તાર, ડી ક્યૂબ પેટલાદ રોડ, કિડની હોસ્પિટલ રોડ વિસ્તાર, લક્ષ્મણદેવ પાર્ક પીજ રોડ વિસ્તાર, પંચાયત સદન મિશન રોડ વિસ્તાર, રામનિવાસ, આકાશ ગંગા સોસાયટી ઉત્કર્ષ હોસ્પિટલ નજીક વિસ્તાર, સહજાનંદ પાર્ક સોસાયટી, દત્ત દરબારી ખારી પોળ રોડ, જૂની બી.એલ.ભટ્ટ હોસ્પિટલ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાં તબદીલ કર્યાં છે.

ખેડાના આ વિસ્તારો પણ કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર

ખેડા જિલ્લાના ખેડા શહેરના તવક્કલનગર ફ્લેટ-૨, તવક્કલ નગર વિસ્તાર, ખેડા શહેરના કુંભારવાસ પરા દરવાજા વિસ્તાર, ખેડા શહેરના લાલ દરવાજા વિસ્તાર, ખેડા શહેરના રામજી મંદિરની શેરી વિસ્તાર, ખેડા જિલ્લાના વસો તાલુકાના મિત્રાલ ગામના બી.પી.પટેલ હાઇસ્કૂલ વિસ્તાર તથા ખેડા જિલ્લાના માતર ગામના માતરવાડી પોળ વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે.