વાઘોડિયા : હાલોલ- વડોદરા રોડપર રાત્રે શુરેશભાઈ રમતુસિંહ પરમાર રહે. લોટના, તા- સાવલી , જી- વડોદરા તથા તેમના મિત્ર રાજેશ ઊર્ફે ભુરાભાઈ દિનેશભાઈ નાયકા તથા દશરથભાઈ બચુસિંહ ચૌહાણ ત્રણે મિત્રો હાલોલ મા ઈકો ગાડીનુ વ્હિલ એલાઈમેન્ટ કરી રાત્રીના ૮ વાગ્યાની આસપાસ હાલોલ થી નિકડી પોતાના ઘરે જવા પરત ફરી રહ્યા હતા ત્યારે ડિસન્ટ હોટલથી આગળ જતા ફોરોપ્સ કંપની સામે વડોદરા થી હાલોલ તરફ ફૂલસ્પીડે ટાટા ટેમ્પો રોડની રોંગ સાઈડ આવી ગભલતભરી રિતે હંકારી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પ્રથમ ઈક્કો ગાડી સાથે ટકરાતા ગાડીમા ડ્રાઈવીંગ સીટપર બેઠેલા શુરેશ ભાઈ રમતુસિંહ પરમારને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ જીવલેણ ઈજાઓ પહોંચાડતા તેવોનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતુ. આ અકસ્માતમા ઈકો ગાડીનો આગળના ભાગનો કચ્ચરઘાન નિકડી ગયો હતો. ઈક્કો ગાડીને સામેથી ટક્કરમારી ચાલકનુ મોત નિપજાવી તથા અન્ય બેને ઈજા પહોંચાડી ટાટા ટેમ્પાના ચાલકે ઈકોની સાઈડમા ચાલતી શિફ્ટ ડીઝાઈર કારને પણ અડફેટે લિઘી હતી. જેમા લક્ષમણભાઈ સોહનલાલ ખટીક ને તથા અન્ય બીજા બે કારમા બેઠેલાઓને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. તથા શિફ્ટ કારને પણ નુકશાન પહોંચ્યુ હતુ. ટાટા ટેમ્પા ચાલક પંકજભાઈ ભલાભાઈ ભરવાડ રહે. ઊજેતી, તા. હાલોલ, જિ. પંચમહાલનાઓએ બે વાહનો સાથે અકસ્માત કરી ટાટા ટેમ્પો રોડપર પલટી ખાઈ ગયો હતો. જેમા ટેમ્પાચાલક ભલાભાઈ ભરવાડ ટેમ્પાનીચે દબાઈ જતા મોત થવા પામ્યો હતું.