હાલોલ : હાલોલમાં ૩ દિવસના વિરામ બાદ મેઘરાજાએ જોર શોર થી પધરામણી કરતા પંથકમાં જળબંબાકાર થઈ ગયો હતો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેમાં પાંચ કલાક માં ૪ ઈચ વરસાદ ખાબક્યો હતો. મોસમનો કુલ વરસાદ ૪૪ ઈચ (૧૧૦૪)મી.મી નોંધાયો હતો. 

સતત એકધારા વરસાદને લઈ જીવનધોરણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું અને બજારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી કારણ કે રસ્તાઓ પર પાણી ઉભરાતા હતા. હાલોલના તળાવમાં પાવાગઢ થી એકધારો સતત પાણી પુરજોશમાં આવતા તળાવ છલકાયુ હતું જેને લઇને તળાવમાંથી વધારાનો પાણીનો પ્રવાહ નગરના ગાંધી ચોક થઈ શાકમાર્કેટ ત્યાંથી કંજરી તરફ આગળ વધતું હતું પરંતુ કજરીના તળાવ સુધી આ પાણીના પ્રવાહને પહોંચતો અટકાવવા માટે કંજરી રોડ પરના બંને સાઇડ પર થયેલા ગેરકાયદે દબાણો અને તેના કારણે પુરાઈ ગયેલ બંને તરફની કોતરો તથા આ રોડ પર ભૂગર્ભ ગટર યોજના માટે કરાયેલા ખોદકામ અને ત્યારબાદ છોડી દિવાલી અધુરી કામગીરી જવાબદાર છે.હાલોલમાં નીચાણવાળા વિસ્તારોમાં આજે કેડ સમા પાણી ભરાઇ ગયા હતા તેનાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા પાલિકાની હદ વિસ્તાર માં ઠેર ઠેર ઘુંટણસમાં પાણી ભરતા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી પર હાલોલ નગરની જનતા દ્વારા અનેક આક્ષેપો સાથે સવાલો ઉઠવા પામ્યા છે. છેલ્લા ૨૪ કલાક સતત વર્ષી રહેલ વરસાદ ને પગલે હાલોલ નગરપાલિકાની હદ માં આવતી અનેક નાની મોટી સોસાયટીઓ,શાક માર્કેટ તેમજ દ્વારકાધીશ હવેલી ખાતે ઠેર ઠેર પાણી ભરાતા નગરપાલિકાની પ્રિમોંશુંન કામગીરી ન થઈ હોવાના ભારે આક્ષેપ હાલોલ ની જનતા દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.તદુપરાંત શાક માર્કેટ તેમજ કંજરીરોડ પર આવેલ અમુક ઘરો માં પાણી ભરાઈ જતા ત્યાંના સ્થાનિક રહોશોને ભારે હાલાકી થઇ રહી હતી.