ભરૂચ રાજ્યભરમાં સોમવારથી ધો.૧૦-૧૨ ના વર્ગો શરૂ થયા હતા. કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને આ વર્ગો શરૂ કરાતાં શાળામાં પુનઃ શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર થયા હતા. ભરૂચની એમિટી સ્કૂલમાં પણ ધો.૧૦-૧૨ ના વર્ગો શરૂ થયા હતા. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓનું સેનિટાઇઝીંગ કરવામાં આવ્યું હતું. થર્મલ ગનનો ઉપયોગ કરીને સ્ટાફ અને વિદ્યાર્થીઓનું તાપમાન ચેક કરવામાં આવ્યું હતું. શાળાએ કોરોના સામે તમામ તકેદારી રાખી હતી. વર્ગો પુનઃ ચાલુ થતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ દેખાતો હતો. શાળાનું કેમ્પસ પુનઃ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ખીલી ઉઠ્યું હતું. એમિટી શાળા કોરોના સામે તમામ સાવચેતી રાખીને વર્ગો ચાલુ રાખશે