સુરત, તા.૨૩ 

કોરોનાના કહેરમાં ભગવાન જગન્નાથ પણ બાકાત નથી રહ્યાં. સન ૧૯૯૪થી શરૂ થયેલી જહાંગીરપુરા ઇસ્કોનની રથયાત્રા સતત પચ્ચીસ વર્ષ વિનાવિઘ્‌ને યોજાયા બાદ આ વર્ષે નહીં નીકળે. જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા પ્રથમવાર રથયાત્રા ભક્તો વગર ફક્ત મંદિર પરિસારમાં ફરી હતી. રથને ખેંચતા પહેલા બધાએ અનિવાર્યપણે માસ્ક પહેરી પોતાને શુદ્ધ કર્યુ હતું.એ જ રીતે શહેરની સૌથી પ્રાચીન ગોડિયાબાવા મંદિરમાં ૫૯૧ વર્ષમાં પ્રથમવાર રથયાત્રા માત્ર બે શેરીઓમાં ફરી હતી.જ્યારે કતારગામના લંકાવિજય હનુમાન મંદિરમાં ૩૭ વર્ષ બાદ રથયાત્રા મંદિર સંકુલમાં પાલખીયાત્રા કાઢી

હતી.પરિસરમાં બનાવેલા મૌસીના ઘરમાં ભગવાન રહેશે. ત્યારબાદ ૧ જુલાઈના રોજ ભગવાન પરત નિજમંદિરમાં પધરામણી કરશે.કોરોના વાઈરસને કારણે વર્ષોથી નીકળતી રથયાત્રા મંદિર પરિસરમાં ફરાવવામાં આવી હતી. ખાસ કરીને ૧૯૯૪થી શરૂ થયેલી જહાંગીરપુરા ઈસ્કોન મંદિરની રથયાત્રા મંદિર પરિસરમાં ફરવવામાં આવી હતી. જેમાં પુજારી તેનો પરિવાર, કિર્તન મંડળી અને ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા. તમામે માસ્ક પહેરી પોતાને સેનિટાઈઝ કર્યા બાદ ભગવાન જગન્નાથનું રથ ખેચ્યુ હતું.