છોટાઉદેપુર, છોટાઉદેપુર નગરની મોટી ગણાતી એસ.બી.આઇ બેન્ક ની બેદરકારી ના અનેક કિસ્સાઓ નગરમાં ટોપ ઓફ ધ ટાઉન બનવા પામેલ છે. તેમાં નું તાજા કિસ્સા તરીકે ડિસેમ્બર માસ ના પ્રારંભ માં ડિપોઝિટ કરેલા નાણાં માસ પૂર્ણ થતાં સુધી સામે પાર્ટીને નહીં મળી આવેલ હોય નાણાં ડિપોઝિટ કરનારા ને બેંકમાં બાબુઓ દ્વારા દોડતો કર્યા હોવાની ફરિયાદ મળવા પામેલ છે. 

 છોટાઉદેપુર નગરના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ રાજુભાઈ દ્વારા તેઓના રાજસ્થાન ના સંબંધી ના ખાતામાં તારીખ ૩ -૧૨ -૨૦૨૦ ના રોજ ૨૩૫૦૦ બેન્કના એ.ટી.એમ મશીન માં જમા કરાવી હતી, અને તેઓ બેંક તેમજ બેંકના કર્મચારીઓ ઉપર ભરોસો મૂકી પ્રવાસે નીકળી ગયા હતા. પરંતુ મોડા સમય સુધી નાણાં નહીં પ્રાપ્ત થનાર તેઓના સંબંધીએ તેઓને નાણાં પ્રાપ્ત નહીં થયા હોવાની જાણ કરાતા રાજુભાઈ હેબતાઈ ગયા હતા. ત્યારબાદ તેઓ દ્વારા બેંકના બાબુ ઓ નો સંપર્ક કરતા તેઓને તેમને ટલ્લે ચઢવ્યા હતા.મીડિયાની દરમિયાનગીરી બાદ બેંકના બાબુઓ એ રાજુભાઈની વાતને ગંભીરતા થી ધ્યાને લીધી હતી. અને હજી પણ રાજુભાઈ ને બે દિવસમાં જે તે ખાતે પૈસા જમા થઈ જવાની હૈયાધારણા આપી હતી. ત્યારે વાત એમ છે કે બેંકના બાબુ ઓ બેંકના મોભ સહિત ખાવા-પીવાની વાતોમાં હંમેશા વ્યસ્ત રહેતા હોવાની સાથે ગ્રાહકોને તેઓના ગુલામ માનતા હોવાની વ્યાપક ચર્ચાઓ સાંભળવા મળી રહી છે, તો બેન્કના શાખા અધિકારી નું હેડ ક્વાર્ટર છોટાઉદેપુર હોવા છતાં પોતાના વતન જવાની કાગડોળે રાહ જાેતા હોવાની વાતો પણ સામે આવી રહી છે.