ભરુચ, અંકલેશ્લર : નર્મદા નદીએ આ વખતે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ છે ત્યારે મહત્મ ૩૫ ફૂટ કરતાં વધુ સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે નોંધાય હતી. પરંતુ ત્યારબાદ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ ઘટાડતા ધીમેધીમે નર્મદા નદીની સપાટી ઓસર્વા મંડી હતી તે સાથે સાથે ઉપરવાસમાં વરસાદ પણ ઓછો થતાં સપાટીમાં ઘટાડો નોંધાયો હતો. સાથે સમુદ્રમાં નદીનું પાણી વહી જતાં નદી કિનારાનાં ગામોએ હાશકારાની લાગણી અનુભવી હતી. 

ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં ૩ ફુટનો ઘટાડો નોધાયો છે. ગઇકાલે નર્મદા નદીની સપાટી ૩૫ ફુટને પાર કરી જતાં પુરના પાણી અંકલેશ્વરના દીવા રોડ પરની સોસાયટીઓ સુધી પહોંચી ગયાં હતાં. આજે બુધવારે સવારથી નર્મદા નદીની સપાટીમાં ઘટાડો થવાની શરૂઆત થઇ હતી.

નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીના કારણે ચાર દિવસથી નર્મદા નદી તેની ૨૪ ફુટની ભયજનક સપાટી વટાવીને ૩૫ ફુટ સુધી પહોંચી ગઇ હતી. નર્મદા નદીના પુરના કારણે જિલ્લામાંથી ૬ હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે જયારે ૩૦થી વધારે ગામો અસરગ્રસ્ત થયાં છે. સરદાર સરોવરમાં હાલ ઉપરવાસમાં ૨.૪૬ લાખ કયુસેક પાણીની આવક થઇ રહી છે જેની સામે ડેમમાંથી ૧.૫૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીની માત્રામાં ઘટાડો થતાં નર્મદા નદીની સપાટી ઘટવાની શરૂઆત થઇ છે. નર્મદા નદીની સપાટી ૩૫ ફુટ સુધી પહોંચી જતાં પુરના પાણી અંકલેશ્વર સુધી પહોંચી ગયાં હતાં. નદીની આસપાસના પાંચ કીમી સુધીના વિસ્તારમા હજી પણ પુરના પાણી જોવા મળી રહયાં છે બીજી તરફ ગોલ્ડનબ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવે તેવી. શકયતા ઉભી થઇ હતી પણ સપાટી ઘટવા લાગતાં બ્રિજને રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યો છે.

અંકલેશ્વર શહેર વિસ્તારની નીચાણવાળી સોસાયટીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોને ધમરોળનાર નર્મદા નદીના પૂરના પાણી કેટલાક વિસ્તારોમાંથી ઓસરી રહયા છે, જ્યારે ઘણી સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણીએ જમાવટ કરી હતી.

નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતા અંકલેશ્વરના નદી કાંઠાના ગામો તેમજ શહેરની નીચાણવાળી સોસાયટીઓમાં નદીનાં પૂરના પાણી ભરાઈ ગયા હતા, જોકે તારીખ ૨ના રોજ નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાતા પૂરથી પ્રભાવિત થયેલ સોસાયટીઓમાંથી પાણી ઓસરી રહયા હતા, અને જે વિસ્તારમાંથી પાણી ઓસરી ગયા હતા તે વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા યુધ્ધના ધોરણે સાફસફાઈ તેમજ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જોકે નીચાણવાળી સોસાયટીઓમાં ઘૂંટણસમા પૂરના પાણીએ હજી પણ જમાવટ કરી હતી, અને અને નગરપાલિકા તંત્ર દ્વારા આ પાણીનાં વહેલી તકે નિકાલ અર્થેની કામગીરી શરુ કરવામાં આવી હતી.

નર્મદા નદીના પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોને નુકસાન

નર્મદા જીલ્લાના કેવડીયા સ્થિત સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. નર્મદા નદીમાં પાણીની સપાટીમાં સતત વધારો નોંધાતા નર્મદા નદી તેની ભયજનક સપાટી ઉપરથી વહેતા ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત અંકલેશ્વર,ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠે આવેલા વિસ્તારમાં પૂરની સ્થિતીનુ નિર્માણ થવા પામ્યુ હતું.પૂરના પાણી ઝઘડીયા પંથકના નર્મદા નદી કિનારાના વિસ્તારમાં આવેલા ખેતરોમાં ભરતા ખેડુતોનો ઉભો પાક જેમ કે કપાસ,તુવેર,દિવેલા,કેળ વગેરે