ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલે ચાર્જ સંભાળ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, નવેમ્બર 2024  |   77319

ગાંધીનગર ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) ના અધ્યક્ષ તરીકે આઇપીએસ હસમુખ પટેલની નિમણૂક કરાયા બાદ તેમણે સક્રિય સેવામાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ આજે હસમુખ પટેલે ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ના અધ્યક્ષ તરીકેનો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) ના અધ્યક્ષ તરીકે ગુજરાતનાં આઇપીએસ અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જેના કારણે આઇપીએસ અધિકારી અને અધિક પોલીસ મહાનિર્દેશક (એડીજીપી) હસમુખ પટેલે જીપીએસસીના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળતા અગાઉ તેમણે સક્રિય સેવાઓમાંથી રાજીનામું આપ્યું હતું. કારણ કે, ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) નાં અધ્યક્ષનું પદ બંધારણીય હોવાના કારણે હસમુખ પટેલ રાજીનામું આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ ગુજરાત પોલીસમાં અધિક પોલીસ મહાનિર્દેશક (એડીજીપી)નો હોદ્દો ધરાવતા હતા. હસમુખ પટેલના રાજીનામાં બાદ રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત પસંદગી મંડળના નવા અધ્યક્ષ માટે કવાયત શરૂ કરવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution