અમદાવાદ-

રાજયના શિક્ષણ વર્તુળોમાં ચાલતી અટકળો મુજબ રાજયમાં શાળાઓ દિવાળી પછી ખોલવા મંજુરી અપાશે. પરંતુ ઈન્ડીયન એકેડેમી ઓફ પીડીયાટ્રીકસ (આઈએપી)ની તાજેતરની ગાઈડલાઈન્સમાં સંબંધીત જિલ્લામાં કેસ પોઝીટીવીટી રેપ પાંચ ટકાથી નીચો જાય ત્યારે જ શાળાઓ ખોલવા સલાહ આપવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો દર 10 ટેસ્ટમાંથી પાંચ વ્યક્તિથી ઓછીનો ટેસ્ટ પોઝીટીવ હોવો જોઈએ. 

ડોકટરોના મતે જાણવા મળ્યું હતું કે શાળાઓ કદાચ સેનીટાઈઝેશન અને સોશ્યલ ડીસ્ટેન્સીંગ જેવા નિયમોનો કડક અમલ કરે તો પણ વર્ગખંડ બહાર વિદ્યાર્થીઓ આપસમાં મળે તેનું શું? નાના બાળકો માટે ધારાધોરણોનું પાલન મુશ્કેલ છે. કેટલાક યુરોપીય દેશો કોવિડ 19નો બીજો દોર જોઈ રહ્યા છે. તેમના મત મુજબ વાયરસના પ્રસાર માટે શિયાળો સાનુકુળ હોઈ, ભારતમાં પણ આવું બની શકે, આપણે શાળાઓ ખોલવા માંગતા હોઈએ તો પણ પ્રાથમીક ધોરણોના વર્ગોના વિદ્યાર્થીઓ જો આ વર્ષે શાળામાં બોલાવા ન જોઈએ. કોવિડ 19નો પ્રચાર બાળકોમાં ઓછો છે, પણ તે છૂપા કેરિઅર બને તે શકયતા નકારી શકાય નહીં. તેમને પોતાને સંક્રમણ કદાચ ન થાય પણ તે વયસ્કોને ચેપ લગાડી શકે છે. દરમિયાન, ઉદગમ સ્કુલ ફોર એજયુકેશનના એકઝીકયુટીવ ડાયરેકટર મનન ચોકસીએ જણાવ્યું હતું કે તેમના આંતરિક સર્વેમાં 84% વાલીઓ હાલમાં પોતાના બાળકોને શાળાએ મોકલવા માંગતા નથી તેવું સામે આવ્યું છે. હાલની સ્થિતિમાં બાળકોને શાળાએ મોકલવા વ્યવહારુ નથી.