અમદાવાદ-

રફ્રન્ટ પર પાર્કિંગના મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે, રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન એરિયા છે જ નહીં જેથી રિવરફ્રન્ટ પોલીસ કોઈ પણ વાહન ને ટોઇનગ કરી શકે નહીં. રીવરફ્રન્ટ પર હોંડા એક્ટિવા ને ટોઇગ કરતા આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો જેને લઈને આજે હાઇકોર્ટના જસ્ટિસ ગોપી ઘ્વારા આ નિર્યન કરવામાં આવ્યો હતો. જોકે આ મુદ્દે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ઘ્વારા પણ સ્વીકારવામાં આવ્યું છે કે સાબરમતી ઇસ્ટ અને વેસ્ટ બંને તરફ કોઈ નો પાર્કિંગ ઝોન એરિયા નથી.

હાઇકોર્ટના એડવોકેટ કે એમ દસ્તુર એ લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અરજદાર પ્રદીપભાઈ દેસાઈ જે 6 જાન્યુઆરીના રોજ રિવરફ્રન્ટ પરથી પસાર થતા હતા ત્યારર તેમને એક બાજુ પોતાનું હોન્ડા એકટીવા ઉભું રાખી અને બેઠા હતા ત્યાં ટ્રાફિક ટોઇગ વાળા એ તેમની સામે તકરાર કરવા લાગ્યા અને કહ્યું કે અમારું રેકોર્ડિંગ કરો છો પ્રદીપભાઈ એ સમજાવા છતાં ટોઇંગ વાળા તેમને ધક્કો મારી અને એકટીવા લઈ ગયા અને ધમકી આપી કે તમે જ્યારે તમારું એકટીવા લેવા અવસો ત્યારે તમને જેલમાં પુરી દઈશું જોકે પ્રદીપભાઈ એ 100 નંબર પર ફોન કર્યો છતાં કોઈ જવાબ મળ્યો નહીં તેમને પોલીસ કમિશનર અમદાવાદને ફેક્સ કર્યો.એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ અને આર ટી આઈ કરી અને માહિતી મેળવી જોકે તેમને એમ ડિવિઝન ખાતે એકટીવા લેવા ગયા તો તેમને 750 રૂપિયા દંડ ભરવા કહ્યું પરંતુ મેમો નું ચલણ આપવાની ના પાડી ત્યારે પ્રદીપભાઈ એ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો

પ્રદીપ ભાઈ એ આર ટી આઈ ની માહિતી અને પોતાનો જવાબ હાઇકોર્ટમા રજૂ કર્યો હતો જ્યારે એમ ડિવિઝન ઘ્વારા ટ્રાફિક મેમો રજુ કર્યો નહોતો જેથી આવો કોઈ કાયદો બન્યો જ નથી તેવી સાબિત થયું હતું અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એ પણ પોતાનો જવાબ રજૂ કર્યો હતો જેથી આજે પ્રદીપભાઈ ને ન્યાય મળ્યો હતો અને હાઇકોર્ટએ કોઈ પણ ચાર્જ વગર તાત્કાલિક પ્રદીપભાઈનું એકટીવા આપી દેવા માટે ઓર્ડર કર્યો હતો જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન પોતે સ્વીકારતું હોય કે રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી તો રિવરફ્રન્ટ પર પોલીસ નો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસૂલી શકે નહિ..તેવું પણ હાઇકોર્ટએ સૂચન કર્યું હતું