રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કામ કરતી ખાનગી એજન્સીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફી અને પાર્કિંગ ચાર્જમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા ખળભળાટ મચ્યો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડોદરા એચડીએફસી બેંકમાં ખાતું છે, ત્યારે પોતાના બેંક એકાઉન્ટમાં જમા થયેલી રકમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ઉઘરાવેલી ફી સહિત અન્ય ચાર્જમાં મોટો તફાવત આવતા આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તાધીશોએ વડોદરા એચડીએફસી બેંક સત્તાધીશોને જાણ કરી હતી.  આ ઘટના બાદ એચડીએફસી બેંકે તપાસ હાથ ધરતા એચડીએફસી બેંકને એની જ ખાનગી એજન્સી રાઈટર બિઝનેસ સર્વિસ પા.લિ દ્વારા ૫ કરોડનો ચુનો ચોપડાયો હોવાનું બહાર આવ્યું હતું.  

એચડીએફસી બેંકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિવિધ ફી ની રકમ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તાધીશો પાસેથી લઈ બેંકમાં જમા કરાવવા વડોદરા રેસકોર્ષ રોડ પરની રાઈટર બિઝનેસ સર્વિસ પા.લિ ને કોન્ટ્રાકટ આપ્યો હતો, હવે એ ખાનગી એજન્સીએ બેંક ખાતામાં ૫ કરોડ રૂપિયા જમા ન કરાવતા આખું ભોપાળુ બહાર આવ્યું હતું. એચડીએફસી બેંકે રાઈટર બિઝનેસ સર્વિસ પા.લિ વિરુદ્ધ કેવડિયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મુદ્દે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાએ ચડ્યો હતો. રકમ ચાઉં ગયા બાદ ખૂબ જ હોબાળો મચ્યો હતો.

હવે એચડીએફસી બેંકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી રસીદોને આધારે બેંકને સુપરત થયેલી રકમ અને બેંક દ્વારા એના ખાતામાં જમા થયેલી રકમમાં જો તફાવત આવે તો એની જવાબદારી બેંકની હોવાનું એચડીએફસી બેંકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લેખિત બાંહેધરી આપી હતી.એ મુજબ એચડીએફસી બેંકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેન્ક ખાતામાં તફાવતની રકમ રૂા.૫,૨૪,૭૭,૩૭૫ જમા કરાવી હતી તથા એચડીએફસી આપવામાં આવી છે.