વડોદરા

ગુજરાત એસ.પી.સી.એ. ટીમ દ્વારા અટલાદરા વિસ્તારમાં સાત જેટલા કાચબાંઓ પર તાંત્રિક વિધી કરતા હોવાની બાતમી મળતા ધટના સ્થળે રેડ પાડીને તમામ પાંચ વ્યક્તિઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. તમામ વ્યક્તિઓ પાસેથી કાચબાઓ જપ્ત કરીને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.

અગાઉ પણ અનેક વન્ય જીવોને મુક્ત કરાવતી ટીમ ગુજરાત એસ.પી. સી.એ.ને અટલાદરા વિસ્તારમાં વન્યજીવો પર તાંત્રિક વિધા થવાની બાતમી મળતા અક્ષર દિપ એપાર્ટમેન્ટ ખાતે ગુજરાત એસ.પી. સી.એ.ની ટીમ અને વાઈલ્ડ લાઈફ સર્કલના સ્વયંસેવકો ધટના સ્થળે રેડ પાડતાં ફલેટમાં મકાન માલિક સહિતના પાંચ સાથીદારો સાત કાચબાઓ પર તાંત્રિક વિધી કરતા રંગેહાથે ઝડપાયા હતા.જીવદયા પ્રેમી ટીમ દ્વારા સાત કાચબાઓને સુરક્ષિત રીતે જપ્ત કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવી હતી.