અમદાવાદ

શહેરમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમાં એક વૃદ્ધને બર્થડે પર હોટલમાં જવાનું કહીને મહિલા નગ્ન થઈ વૃદ્ધના કપડા ઉતરરાવી તેઓને બહોપાશમાં જકડી લીધા બાક મહિલા સાથએ ખોટુ કર્યું તેમ કહીને ૧૩ લાખની માંગણી કરી ખોટા પોલીસ કેશમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચ લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અમરેલીના અને હાલ બાપુનગરમાં રહેતા ૬૧ વર્ષીય વૃદ્ધ તેમના પત્ની સાથે રહે છે. છેલ્લા દસ દિવસ પહેલા આ વૃદ્ધના ફોન પર ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતુ કે, મેં આશા બોલ રહી હું મુજે નોકરી કી જરૂરત હે. જેથી વૃદ્ધએ ક્યાં રહે છે તેવું પુછતા મેઘાણીનગર ભાર્ગવ રોડ પર રહેતી હોવાનું જણાવ્યુ હતુ. દરમિયાન વૃદ્ધએ કઠવાડા જીઆઈડીસીમાં નોકરી મળશે તેવું કહેતા તે સ્થળ દૂર પડશે તેમ કહ્યું હતું. જાે કે કૃષ્ણનગરમાં નોકરી હોય તો મને જણાવજાે તેમ કહીને વાતો કરવાનું શરૂ કરી દીધુ હતુ. બાદમાં મહિલાએ વૃદ્ધને વિજયપાર્ક મળવા માટે બોલાવ્યો હતો. જાે કે વૃદ્ધ મંદિરે દર્શન કરવા જતા રહ્યા હતા. દર્શન કરી ઘરે પરત આવતા હતા ત્યારે મહિલાનો ફરી ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતુ કે, કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે મળવા આવો. જેથી વૃદ્ધ મહિલાને મળવા ગયા હતા.  ત્યારબાદ વૃદ્ધ તેમની તેમના ઓળખીતાની ઓફીસ લઈ જઈ નોકરી માટે વાત કરી હતી. જાે કે નોકરી નક્કી ન થતા મહિલા વૃદ્ધ સાથે કૃષ્ણનગર આવી હતી. બાદમાં સાંજે આ મહિલાએ ફરિ વૃદ્ધને ફોન કર્યો અને જણાવ્યુ હતુ કે, તે ભાભી સાથે સિવિલ હોસ્પિટલમાં છે તેને મોડું થવાનું છે જેથી બીજા દિવસે સૈજપુર મળવા આવજાે. જાે કે વૃદ્ધ મહિલાને મળ્યા ત્યારે તમારી જાે ડે વાત કરવી છે આપણ વસ્ત્રાલ જઈએ જાે કે વૃદ્ધએ અંહી જ વાત કરવાનું કહેતા મહિલાએ અંહી બધા ઓળખે છે તેમ જણાવી વૃદ્ધને વસ્ત્રાલ લઈ ગયા હતા. ત્યા લઈ ગયા બાદ મહિલાએ પિતાની આર્થિક પરિસ્થિતિની સમસ્યા જણાવતા વૃદ્ધએ પટેલનો દીકરો શોધી લગ્ન કરાવવાનું કહ્યું હતું. જાેકે મહિલાએ લગ્ન કરવાની ના પાડી હતી. બાદમાં પરમદિવસે બર્થડે હોવાનું કહી મહિલાએ વૃદ્ધને હોટલમાં જવાનું કહ્યું હતું. વૃદ્ધએ જણાવ્યું કે, હોટલમાં તો આઈડી પ્રુફ માંગે છે તો મહિલાએ કહ્યું કે, તેની પાસે બધા પ્રુફ છે. બાદમાં બંને બાપુનગર દિનેશ ચેમ્બર મધુવન હોટલ ગેસ્ટ હાઉસમાં ગયા હતા. હોટલમાં ૬૦૦ રૂ. આપી રૂમ નમ્બર ૫૦૩માં વૃદ્ધ ગયા હતા. આશા નામની આ મહિલાએ વૃદ્ધ પાસે ત્રણ હજાર માગતા વૃદ્ધએ બે હજાર આપ્યા હતા. બાદમાં આશા નામની આ મહિલા નગ્ન થઈ ગઈ અને વૃદ્ધને પણ નગ્ન કરી બાહોપાશમાં જકડી લઈ પોતાના પર સુઈ જવા કહ્યું હતું. અચાનક જ આશાએ હાર્ટ ઓપરેશન કરાવ્યું હોવાનું જણાવી વૃદ્ધને નીચે ઉતારી પોતે કપડા પહેરી લીધા હતા. તેટલામાં જ કેટલાક પુરુષ અને મહિલા રિસેપશન કાઉન્ટર પર બોલાચાલી કરતા હતા. બાદમાં એક શખ્શે આવીને કહ્યું કે, આશા તેની બહેન છે તેમ કહી તેને આ વિસ્તારમાં એક રિક્ષામાં લઈ ગયા હતા. બાદમાં અનેક વાર વાતો કરી ૧૩ લાખની માંગ કરી વૃદ્ધને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં રાજેશન નામના શખ્સે દસ લાખમાં મામલો પતાવી દેવાનું કહ્યુ હતુ. દરમિયાન બાપુનગર પોલીસ સ્ટેશનના કેટલાક માણસો આવ્યા અને વૃદ્ધ સામે બળાત્કારની ફરિયાદ હોવાનું જણાવ્યું હતુ. પણ ફરિયાદ કરનાર અમિષા હતી જે આશા બની આ વૃદ્ધને ફસાવ્યો હોવાની વાત પોલીસને કરતા પોલીસે હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો હોવાનું જાણતા બાપુનગર પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે અમિષા કુશવાહ, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, અલ્પા અને આરતી નામની મહિલાના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથધરી છે.