દિલ્હી-

દેશમાં વેકસીનેશનમાં 1 કરોડના આંકને પહોંચી વળવા છતા હજુ આરોગ્ય સેવા સાથે જોડાયેલા અને અન્ય સરકારી સેવામાં રહેલા લોકોમાંથી જે 3 કરોડનો વેકસીનેશન ટાર્ગેટ રાખાયો હતો તેમાં ઢીલાશ અંગે કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને તમામ આરોગ્ય કર્મચારીઓને વેકસીનેશન માટે ઝડપથી આગળ આવવા અપીલ કરી હતી. હર્ષવર્ધને કહયુ કે કોઇપણ આરોગ્ય કર્મચારી વેકસીન વગર ન રહી જોવાય તે સરકાર માટે છે અને વેકસીનેશન ન થાય તો તેમના આરોગ્ય સામે જોખમ સર્જાશે. સરકાર આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓને નિ:શુલ્ક વેકસીન આપે છે અને બંને ડોઝ લેવા જરુરી છે. તે સ્થિતીમાં આરોગ્ય કર્મચારીઓએ જરા પણ ચીંતા કર્યા વગર વેકસીનેશનની કામગીરી ઝડપી બનાવવી જોઇએ.