અષાઢ ધીરે ધીરે ૫ૂર્ણરૂપે ખીલી રહ્યો છે. ઝળુંબી રહેલા કાળાં વાદળો આકાશી અમૃત વરસાવી રહ્યાં છે. આકરા તાપ અને પછી અસહ્ય બફારાથી ત્રાહિમામ્‌ લોકો શીતળ અને સુગંધિત હવાથી હરખાઈ ઊઠયા છે. લીલોતરીએ સ્નાન કરી નવા નકકોર વાઘા સજવા માંડયા છે. અલબત્ત, ગંદકી, રસ્તા પરના જાેખમી ખાડા અને ઠેર-ઠેર ભરાઈ જતાં પાણીથી થતી તકલીફો જેવી શાસકસર્જિત સમસ્યાઓને બાદ કરતાં એકંદરે ચોમાસું મન મુકીને માણવા યોગ્ય જામ્યું છે.