ગાંધીનગર-

રાજ્યમાં અત્યાર સીઝનનો 41 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. તો હવે સાકલોનીક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવાનો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29,30 જુલાઈ અને 1-2 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજયમાં અત્યાર સુઘી સિઝનનો લગભગ 41% જેટલો વરસાદ થઇ ગયેલ છે. બંગાળની ખાડીમાં સાયકલોનીક સકર્યુલેશન બની રહયુ છે, જેના લીઘે 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા મઘ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. આગામી ૫ દિવસમાં દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડના કેટલાક વિસ્તારોમાં અને સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દેવભુમી દ્વારકા અને ગીરસોમનાથ જિલ્લાના અમુક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ થવાની શકયતા છે. આજથી લઇ આવતા 5 દિવસ દરમ્યાન વરસાદમાં વઘારો થવાની શકયતા છે.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાનું છે. જેથી ગુજરાતમાં સાકલોનીક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદ થવાનો છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લો-પ્રેશરને કારણે પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થવાનો છે.