મુંબઇ-

મુંબઈમાં સતત બીજા દિવસે ચાલી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે. બીજી તરફ શહેરમાં કોરોનાના કેસ પણ સતત વધી રહ્યાં છીએ. ભારે વરસાદની અસર ટ્રાન્સપોર્ટેશન પર પણ પડી છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો છે. વરસાદે બીએમસીના દાવાઓની પોલ ખોલી નાંખી છે. 

મુંબઈમાં સરકારો બદલાઈ રહી છે, જાેકે વરસાદ થયા પછીની સ્થિતિ બદલાતી નથી. ભારતીય મોસમ વિભાગે મહારાષ્ટ્રના તટીય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ ઈસ્યુ કર્યું છે અને કહ્યુ છે કે અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે. વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર વરસાદના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

ભારતીય મોસમ વિભાગના ડાયરેક્ટર ઓફ મેટ્રોલોજી કે એસ હોસિલકરે ટિ્‌વટ કર્યું છે કે બાદ્રામાં બુધવાર સવારથી અત્યાર સુધીમાં 63 મિલીમીટર વરસાદ થયો છે. જ્યારે મહાલક્ષ્મી અને રામ મંદિર વિસ્તારમાં 21 મિલીમીટર વરસાદ થયો છે. દાદરની પારસી કોલોનીમાં પાણી ભરાયા છે