ગાંધીનગર-

રાજ્યમાં દરેક જિલ્લાઓમાં મેઘ મહેર જોવા મળી રહી છે. અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થવાના કારણે ગુજરાત પર હજુ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી ગાજી રહી છે. રાજ્યભરમાં વરસાદનું જોર વધશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધવામાં આવે તેવી ભીતી છે. સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ અનેક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

રાજ્યાનાં અનેક જીલ્લાઓ અને વિસ્તારોમાં પાણી પાણીનાં દ્રશ્યો સર્જી દીધા હતા. રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 92 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં 24 કલાકમાં 218 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. 8 તાલુકાઓમાં 4 થી 6 ઇંચ સુધી, 10 તાલુકાઓમાં 3 થી 4 ઇંચ સુધી, 20 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ સુધી, 63 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી છે.