ગાંધીનગર-

ગત્ત કેટલાક સમયથી વરસાદ રાજ્યમાં સંતાકૂકડી રમી રહ્યો છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઇ જાય છે પરંતુ વરસાદ મન મૂકીને વરસતો નથી. જાેકે રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૬ ટકા વરસાદ વરસી ચૂક્્યા છે પરંતુ ખેડૂતો હાલમાં પણ વરસાદની રાહ જાેઇ રહ્યા છે. ત્યારે હવાન વિભાગે આગામી ૬ દિવસમાંની વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આજે પોરબંદકનો દરિયો તોફાની બન્યો છે. ચોમાસુ સિઝનનો કરંટ આજે પણ દરિયામાં યથાવત છે. દરિયામાંથી ૧૦ મીટર જેટલા ઉંચા મોજા જાેવા મળ્યા અને ચોપાટી રોડ પર દરિયાના તોફાની મોજા ઊછડીયા હતા.

આગામી ૬ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં જ ૨૫ જુલાઈએ અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યાં જ હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રીય થતા વરસાદ ઘટ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી જ રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ પ્રસરી ગયુ છે. જાેકે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઇ નથી જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે પરંતુ આગામી સમયમાં ચોમાસું ૧૦૦ ટકા રહેવાની શકયતા છે.

ત્યાં જ આજે બનાસકાંઠાના વાવમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પવન સાથે વરસાદ પડતા બફારાથી લોકોને રાહત મળી છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે. વાવ તાલુકામાં શ્રાવણ માસના પહેલા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જાેવા મળી હતી.