ગાંધીનગર-

રાજ્યમાં જ્યારે એકતરફ કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે, ત્યારે કોરોના કાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાંનો મોટો ખતરો મંડરાય રહ્યો છે. જે રાજ્યના વાતાવરણમાં આવી પલટો શકે છે. અરબી સમુદ્રમાં થન્ડર સ્ટોર્મ તૈયાર થઇ રહ્યું છે. ગુજરાતમાં દરિયાકાંઠ ના વિસ્તારોમાં 18 મી તારીખના રોજ વાવાઝોડું ત્રાટકવાનું છે. તેની સાથે વાવાઝોડાનું નામ તૌકતે આપવામાં આવ્યું છે. 

વાવાઝોડાથી ગુજરાતના દરિયાકાંઠે નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. ત્યારે બોટ વગેરે સાધનોની ચકાસણી કરવામાં આવી છે. આ દરમિયાન 35-40 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ વાવાઝોડાની દિશા નક્કી થશે. ભારતીય મોસમ વિભાગના અનુસાર, આ વખતના વાવાઝોડાના અલગ અલગ મોડલ છે. કેટલાક મોડલ બતાવે છે કે, આ વાવાઝોડું ઓમાનના કિનારા પરથી પસાર થઈ શકે છે, તો કેટલાક મોડલ દક્ષિણ પાકિસ્તાન તરફ ઈશારા કરે છે. જેનો મતલબ એ હશે કે, આ વાવાઝોડું ગુજરાતના કેટલાક ભાગોને પ્રભાવિત કરશે.

આ તૌકતે નામના વાવાઝોડાના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવતા અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને સોમનાથમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેની સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે. જેના કારણે આજે માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગાઉથી જ વેરાવળ ની 300 બોટને પરત ફરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે આ તૌકતે નામના વાવાઝોડા દરેક સમયની માહિતી પર નજર રાખવા માટે ચાર જિલ્લાના કર્મચારીઓને હેડક્વાટર્સ ન છોડવા ના આદેશ આપી દેવામાં આવ્યા છે. રાજકોટ ને NDRF ની ટીમ ફાળવવામાં આવી છે. જે સૌરાષ્ટ્ર ના અમુક જિલ્લામાં આ NDRF ની ટીમ રાજકોટ થી દોડશે.