અમદાવાદ-

રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. ત્યારે ગુરુવારે મોડી રાતથી જ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે સવારે 9:00 થી જ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારે 9 કલાકની આસપાસ પડેલા વરસાદના કારણે ઓફિસ સમય હોવાથી લોકોને અમદાવાદના અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. જ્યારે એક કલાકથી વધુ અતિભારે વરસાદ ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પડતા અનેક વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાઇ ગયા હતા.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. ત્યારે ગુરુવારે મોડી રાતથી જ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.