આણંદ : આણંદ જિલ્લામાં ઓગસ્ટ મહિનો કોરોના અને વરસાદ બંનેને લઈને ભારે પસાર થયો છે. આણંદના બોરસદ, આણંદ, ખંભાત, સોજિત્રા, તારાપુર અને પેટલાદ પંથકમાં ઓગસ્ટ મહિનાના માત્ર ૧૫ દિવસમાં જ સીઝનનો ૮૦ ટકાથી વધુ વરસાદ એકધારો નોંધાઈ હતો. પરિણામે ચોમાસું પાકને વ્યાપક નુક્સાન થયું છે. 

સૂત્રોના જણાવ્યાં અનુસાર, ખંભાત-તારાપુર સહિત ભાલ પંથકના ખેતરોમાં કાંસના પાણી ફરી વળતાં આ વિસ્તારમાં ૭૦ ટકા જેટલો ચોમાસંુ પાક નિષ્ફળ ગયો છે. આ તો હજુ અંદાજ બાંધવામાં આવ્યો છે. એક્ચૂઅલ આંકડા નુક્સાનનો સરવે કરવામાં આવે તો આનાંથી પણ મોટાં આવે તેવી શક્યતા છે. એકબાજુ કોરોનાની મહામારી અને ઉપરથી અતિવૃષ્ટિ જેવાં વરસાદે હવે ધરતીપૂત્રોની કમ્મર ભાંગી નાખી છે. તારાપુરના ચાંગડા, મિલરામપુરા, ઈન્દ્રણજ સહિતના વિસ્તારોમાં પણ આજે પણ સીમના ખેતરો પાણીથી તરબોળ જાેવાં મળી રહ્યાં છે. એક અંદાજ મુજબ, ૩૦ હજાર મણથી વધુ ડાંગરના પાકને નુકસાન થયું હોવાનું કહેવાય છે. આ વિસ્તારના ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડતાં તેઓ હવે દેવા હેઠળ દબાઈ જાય તેવી શક્યતા છે. આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં ૪૯ ઈંચ, તારાપુર ૩૬ ઈંચ, પેટલાદ ૩૭ ઈંચ, ખંભાત ૩૭ ઈંચ, સોજિત્રા ૩૪ ઈંચ, બોરસદ ૩૬ ઈંચ નોંદાઈ ચૂક્યો છે. ૧૦ ઓગસ્ટ બાદ જ તમામ તાલુકાઓમાં ૨૮થી ૩૦ ઈંચ વધુ વરસાદ વરસ્યો છે. વરસાદ એકધારો પડતાં જમીનો ધોવાઈ ગઈ છે. લાખો ગેલન પાણી ભાલ પંથકમાં ફરી વળતાં ડાંગરના પાકને જમીન સોંસરવો ઉખેડી નાખ્યો છે. હજુ પણ ભાલ પંથકમાં પાણી ભરાયેલાં હોવાથી બાકીનો ચોમાસંુ પાક નિષ્ફળ નિવડે તેવી પૂરેપૂરી શક્યતા ધરતીપૂત્રો સેવી રહ્યાં છે. હજુ તો વરસાદની સીઝનમાં એક મહિના જેટલો સમય બાકી છે ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડશે તો બાકી બચેલું પણ ખતમ થઈ જશે.

અહીંના સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે, મોટાભાગના ગામના ખેતરોમાં દસ-દસ દિવસ સુધી પાણી ભરાઈ રહ્યાં હતાં. પરિણામે ડાંગર સહિતાનો પાક આ પાણીમાં કહોવાઈ ગયો છે. અહીંના ધરતીપૂત્રોએ લાખો રૂપિયાની નુક્સાની વેઠવાનો વારો આવ્યો છે. શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતીનો પાક નિષ્ફળ ગયો છે. હજુ સુધી સરકારી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો સરવે હાથ ધરાયો ન હોવાતી ધરતીપૂત્રોના જીવ ઊંચક થઈ ગયાં છે. ચોમાસંુ પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો પાયમાલ ન થાય તે માટે તાત્કાલિક સહાય ચૂકવવાની માગ ભાલ પંખતમાં થઈ રહી છે.

બીજી તરફ આંકલાવ અને ઉમરેઠ તાલુકામાં ૭૦ ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે. આંકલાવમાં છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. બીજી તરફ તારાપુર તાલુકામાં છેલ્લેાએક દાયકામાં સૌથી વધુ વરસાદ આ વર્ષે નોંધાઈ ગયો છે. ભાલ પંથકમાં આ વર્ષે પાણીની સમસ્યા તો ઉકેલાઈ ગઈ, પણ પાકો નિષ્ફળ જતાં મોટાભાગના પરિવારોએ આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. સરાકર દ્વારા સહાય વહેલીતકે નહીં ચૂકવાઈ તો આ ધરતીપૂત્રો શિયાળું પાકની તૈયારી હવે કરી શકે તેવી સ્થિતિમાં નથી.