ઉત્તરાખંડ-

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં સતત વરસાદના કારણે ચમોલીમાં બદ્રીનાથ નેશનલ હાઇવે-7 પર ઠેર ઠેર ભૂસ્ખલન થયું છે. મળતી માહિતી મુજબ ભારે વરસાદને પગલે  વાહન વ્યવહારને અસર પહોંચી છે. ચમોલીમાં બદ્રીનાથ નેશનલ હાઇવે, લામબગડ, ભનેરપાની અને પાગલનાળાનો માર્ગ બાધિત થયો છે.

તો બીજી તરફ ભારે વરસાદ બાદ ચમોલીમાં નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. અલકનંદા, પિંડર અને નંદાકિની નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઇ છે. ચમોલીના જિલ્લા અધિકારીના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ઘણા સ્થળોએ માર્ગો બંધ છે. જેને ફરી ચાલુ કરવા માટે કાર્યવાહી શરૂ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને જિલ્લામાં તૈનાત કરીને તાલુકાઓમાં તંત્રને એલર્ટ રહેવા નિર્દેશ અપાયો છે.