દિલ્હી-

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર રાહત કાર્યકરોએ જણાવ્યું હતું કે, 'ઘરો ની છત તૂટી જવાને કારણે, ઘણા મકાનો સંપૂર્ણ રીતે નાશ પામ્યા હતા અને મોટાભાગના લોકોનાં મોત નીપજ્યાં હતાં. લાહોરના હરબંસપુરા વિસ્તારમાં ઘરની છત ધરાશાય થતાં 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને પાંચને ઇજાઓ પહોંચી હતી.

શેખપુરા જિલ્લામાં એક જ પરિવાર સાથે સંકળાયેલા નવ લોકોના કાટમાળ નીચે દબાઇ જતા મોત નીપજ્યું હતું. મંડી બહાઉદ્દીન જિલ્લામાં ઘરની છત ધરાશાયી થતાં એક મહિલા અને તેના ચાર બાળકોનાં મોત નીપજ્યાં. દરમિયાન, ચકવાલ જિલ્લામાં કોલસાની ખાણમાં ભૂસ્ખલનને કારણે ત્રણ મજૂરનાં મોત ફૈસલાબાદ જિલ્લામાં છત અને કરંટ પડવાના બનાવોમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં.' 

નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં, પાકિસ્તાનના હવામાન વિભાગે કહ્યું હતું કે બુધવારથી ચોમાસાનો મજબૂત વરસાદ શરૂ થશે. ઉપરાંત, આગામી ત્રણ-ચાર દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. ભારે વરસાદને કારણે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પણ પૂર આવી શકે છે.