દિલ્હી-

દિલ્હી ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા ચંડીગઢ, ઉત્તર પ્રદેશમાં પણ આગામી બે દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં વરસાદની સાથે વિજળી પણ ત્રાટકી રહી છે. અહીંના જરગ્રામ જિલ્લામાં વિજળી પડવાથી પાંચ લોકો માર્યા ગયા હતા. આસામમાં પૂરને કારણે 24 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. દિલ્હીમાં રવિવારે જળબંબાકાર જેવી પરિસ્થિતિ હતી, જ્યાં હજુ પણ લોકોને રાહત મળવાની શક્યતાઓ ઓછી છે, અહીં 24 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજધાનીમાં સોમવારે પણ ભારે વરસાદ પડયો હતો.

બિહારમાં પણ અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે. હવામાન વિભાગ દ્વારા પ્રભાવિત રાજ્યોને સતર્ક કરવા માટે એલર્ટ પણ જારી કર્યું હતું. આસામમાં હજુ પણ ભુસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે, અહીં ભુસ્ખલનથી અત્યાર સુધીમાં કુલ 26 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પુરમાં 85 લોકો માર્યા ગયા છે