દિલ્હી-

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ રાહુલ જાેહરીના રાજીનામાને સ્વીકાર્યા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ના ચીફ ઓપરેટિંગ ઓફિસર હેમાંગ અમીનને વચગાળાના CEO બનાવ્યા છે. નોંધનીય છે કે, જાેહરીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, પરંતુ બોર્ડે હવે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. બોર્ડના કર્મચારીઓને ૧૩ જુલાઈ, સોમવારે જાણ કરવામાં આવી હતી. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, તે આ પદ માટે યોગ્ય વ્યક્તિ છે અને ઝવેરી કરતા વધારે, તેમનું યોગદાન બીસીસીઆઇમાં છે.

મંગળવારે આઈપીએલના વર્તમાન સીઓઓ હેમાંગ અમીનને બીસીસીઆઈના વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે રાહુલ જોહરીના રાજીનામાથી આ પદ ખાલી હતું. બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે આમિન આ પદ માટે સૌથી યોગ્ય છે. અમીન પ્રખ્યાત ઈન્ડિયન પ્રીમિયર લીગના વર્તમાન મુખ્ય પરેટિંગ અધિકારી છે અને તે વર્ષ 2017 થી આઈપીએલની કામગીરી સંભાળી રહ્યાં છે. બીજી તરફ, બોર્ડે એવો સંકેત પણ આપ્યો છે કે બે મહિનામાં એક નવો સીઈઓ મળી જશે. 17 જુલાઇએ યોજાનારી બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવશે.